અમદાવાદ: ટીચર હોવું તે મોટો પડકાર હોય છે. તે પેન અને પાઠ્યપુસ્તકોથી પણ પર છે. તે ધીરજ, જોશ, ખંત, કટિબદ્ધતા અને નિશ્ચિત જ ભરપૂર પ્રોત્સાહન માંગી લે છે. સમાજમાં ટીચરો બાળકો-યુવાનોના જીવનને આકાર આપી રહ્યા છે ત્યારે તેને સલામી આપતાં સોની યેય દ્વારા તેમની ફ્લેગશિપ ટીચર્સ ડે પહેલ હીરોઝ બિહાઈન્ડ ધ હીરોઝની સીઝન-૨ લાવી રહી છે, જેમાં નામાંકિત ભારતીય ટેનિસ ખેલાડી અને ડબલ્સની શિસ્તમાં ભૂતપૂર્વ વર્લ્ડ નં.૧ સાનિયા મિરઝાને રમતના ક્ષેત્રમાં તેના યોગદાન માટે અને તેની ટેનિસ એકેડેમી થકી સ્પોર્ટસના ભાવિને ઘડવા માટે પુરસ્કૃત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશનું ગોરવ વધારનારી ટેનિસ સ્ટાર મહિલા ખેલાડી સાનિયા મિરઝાએ હૈદરાબાદમાં ટેનિસ એકેડેમી સ્થાપી છે, જ્યાં ભારતીય ટેનિસ ખેલાડીઓ અને ઈચ્છુકોને આ રમત અને તેના ખેલાડીઓ પ્રત્યે ઉત્તમ રાષ્ટ્રીય જવાબદારીને પહોંચી વળવા માટે વિશ્વ કક્ષાની ટેનિસની તાલીમ આપવામાં આવે છે. સીઝન વનને આધારે અને સીઝન વનની સફળતા પર નિર્મિત આ ખ્યાતિપ્રાપ્ત પહેલની સીઝન તેમને તાલીમ આપવા અને કોચ કરવા માટે સંપૂર્ણ ઊર્જા કામે લગાવતા આપણા રોલ મોડેલોમાં વિશ્વાસ રાખતાં પ્રતિષ્ઠિત નામો અને ચેમ્પિયનોની ઉજવણી કરવાનું ચાલુ રખાયુ છે.
પોતાના આ સન્માન બદલ સાનિયા મિરઝાએ જણાવ્યું હતું કે, આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો તે બદલ ગૌરવની લાગણી થાય છે. ટેનિસ થકી સમાજને કશુંક પાછું આપવું તે સપનું જોતી હતી અને આ નાનો ફરક લાવવા માટે મને આશીર્વાદરૂપ લાગણી થાય છે. આથી આ સન્માન માટે સોની યેયની આભારી છું. નોંધનીય છે કે, સીઝન-૨ હીરોઝ બિહાઈન્ડ ધ હીરોઝ વાસ્તવમાં સીઝન-૧એ જોયેલી સફળતા અને હકારાત્મક પ્રતિસાદમાંથી વૃદ્ધિ પામી છે. હીરોઝ બિહાઈન્ડ હીરોઝ ૨૦૧૭માં અમારા યેય ટૂન્સે અનુપમ ખેર, શાહીન મિસ્ત્રી, શામક દાવરની મુલાકાત લીધી હતી અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. ઉપરાંત પંડિત બિરજુ મહારાજ અને મહાવીર સિંગ ફોગટનું પણ સન્માન કરાયું હતું. ઘણા બધા સફળ મહાનુભાવો પાછળ તેમના શિક્ષક-કોચનું પણ યોગદાન હોય છે, જેઓ ભાવિ માટે આ વિદ્યાર્થીઓનો પાયો રચવામાં મહત્વપૂર્ણ ફાળો આપતા હોય છે અને તેથી હીરોઝ બિહાઈન્ડ ધ હીરોઝ જ્યાં છે તે દરેક સલામીને પાત્ર છે.