જળવાયુ પરિવર્તન : દરેક સપ્તાહમાં એક નવી આફત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં એવો ચોંકાવનારો ધડાકો કરવામાં આવ્યો છે કે જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાના કોઇને કોઇ હિસ્સામાં દરેક સપ્તાહમાં એક વખત કુદરતી હોનારત આવી રહી છે. જેમાં પુર, દુકાળ અને વાવાઝોડાનો સમાવેશ થાય છે. પ્રભાવિત થઇ રહેલા મોટા ભાગના દેશોમાં વિકાસશીલ દેશો રહેલા છે. આ તમામ દેશોને કુદરતી હોનારતનો સામનો કરવા માટે પુરતા પ્રમાણમાં સાધન સાથે સજ્જ થવાની જરૂર દેખાઇ રહી છે. મોજામ્બિકમાં વાવાઝોડા અને ભારતમાં દુકાળ મોટી સમસ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મોટી સંખ્યામાં ઓછા પ્રભાવવાળી ઘટનામાં મોત થઇ રહ્યા છે.

કુદરતી હોનારતની સંખ્યા સતત વધી રહી છે. લોકોને કુદરતી હોનારતની સ્થિતીમાં એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી દેવાની ફરજ પડી રહી છે. સંયુક્ત રાષ્ટ્‌ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્લોબલ વોર્મિગના કારણે કુદરતી હોનારત ઉભી થઇ રહી છે. આના કારણે દુનિયાને વાર્ષિક ૩૫૮ ખર્વનુ નુકસાન થઇ રહ્યુ છે. આનો સામનો કરવા માટે વાર્ષિક ૯૮ ખર્વની જરૂર દેખાઇ રહી છે. જેને લઇને ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની જરૂર છે. દુનિયાના દેશોને નવા મુળબુત માળખાની જરૂરીયાત દેખાઇ રહી છે. જેમ કે આવાસ, માર્ગ, રેલ નેટવર્ક, વીજળી અને પાણીનો સમાવેશ થાય છે. પુર, દુકાળ અને તોફાનનો સામનો દુનિયાના દેશો કરી શકે તે માટે કેટલીક વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે.  કુદરતી હોનારત અંગે જો પહેલાથી જ માહિતી મળી શકશે તો કેટલાક પ્રભાવને ઘટાડી શકાય છે. આના કારણે આર્થિક નુકસાનથી બચી શકાશે. કુદરતી હોનારત માત્ર વિકાસશીલ દેશોમાં જ પ્રભાવ પાડી રહી છે તે બાબત નથી. વિકસિત દેશો પણ આના શિકાર થઇ રહ્યા છે.હાલમાં જ અમેરિકા અને યુરોપના જંગલોમાં ભીષણ આગ ફાટી નિકળી હતી.

આ પણ આના દાખલા તરીકે છે. અમીર દેશોને પણ કાર્બન ગેસોમાં કમીની સાથે સાથે મુળભુત માળખામાં ફેરફાર કરવાની જરૂર દેખાઇ રહી છે. જાણકાર લોકો કહે છે કે કુદરતી હોનારતની અસરને ઘટાડી દેવા માટે હવે ખુબ ગંભીર રીતે વિચારણા કરવાનો સમય આવી ગયો છે. ખરાબ વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા કઇ રીતે કરવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારના લોકો શહેરોમાં રહેતા લોકોની તુલનામાં વધારે બિનસુરક્ષિત છે. વિકાસશીલ દેશોની વાત કરવામાં આવે તો આજે દુનિયાના કોઇને કોઇ દેશમાં દરેક સપ્તાહમાં મોટી આફત આવી રહી છે. નવા મુળભુત માળખાની જરૂર દેખાઇ રહી છે.

Share This Article