શ્રીનગર : ત્રાસવાદ સામે ભારતે બહુપાખિય જંગ આજે પણ યથાવત રીતે જારી રાખ્યો હતો. ત્રાસવાદની સામે માત્ર પાકિસ્તાનમાં ઘુસીને કાર્યવાહી કરી નથી બલ્કે દેશમાં પણ ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહેલા સંગઠનો સામે કાર્યવાહી જારી રાખી છે. સંગઠનો પર સકંજા મજબુત કરી દીધો છે. જમ્મુ કાશ્મીરમાં કટ્ટરપંથી સંગઠન જમાત એ ઇસ્લામી સામે સરકારે મોટા પગલા લીધા છે. ગુરૂવારના દિવસે કાશ્મીર ખીણમાં આ સંગઠન પર પ્રતિબંધ મુક્યા બાદ વધુ કાર્યવાહી જારી છે. આ સંગઠનની સામે શુક્રવાર બાદ આજે શનિવારના દિવસે પણ જારદાર કાર્યવાહી જારી છે.
તેમના તમામ મોટા નેતાઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે એકલા શ્રીનગરામં સંગઠનની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ૭૦ બેંક ખાતાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. શ્રીનગર બાદ કિસ્તવાડમાં પણ જમાતે ઇસ્લામીના મોટા લીડરોને પકડી પાડવામાં આવ્યા છે. દરોડા પાડીને ૫૨ કરોડ રૂપિયા સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. ગુરૂવારના દિવસે કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આદેશ જારી કરીને જમાતે ઇસ્લામી પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ જારી કર્યો હતો.
જમાતે એવી ગતિવિધીમાં સામેલ છે જે આંતરિક સુરક્ષા અને લોક વ્યવસ્થા માટે ખતરનાક છે. આવી Âસ્થતીમાં કેન્દ્ર સરકાર આવા સંગઠન પર પ્રતિબંધ મુકી રહી છે. જમાતે ઇસ્લામીના ટોપ લીડરોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે ૪૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પર નજર રાખવામાં આવી રહી છે. શુક્રવારના દિવેસ ૩૫૦થી વધારે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આજે વધુ કેટલાકની ધરપકડ કરવામાં આવી છે. સંગઠન ખીણમાં ૪૦૦ સ્કુલ, ૩૫૦ મસ્જિદો અને ૧૦૦૦ સેમિનરી ચલાવે છે.
આ સંગઠનની પાસે ૪૫૦૦ કરોડની સંપત્તિ છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. તે યોગ્ય રકમ છે કે કેમ તેમાં તપાસ કરવામાં આવી રહી છે. સાઉદી સહિત અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ છે. કાર્યવાહી દરમિયાન જમાતે ઈસ્લામીના નેતાઓ અબ્દુલ હામીજ, જાઈદ અલી, મુદસર અહેમદ, ગુલામ કાદિરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ કાશ્મીરના ત્રાલ, બડગામ અને અનંતનાગમાં જમાતના અનેક લીડરોને પકડી લેવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને જમાતે ઈસ્લામીના કાર્યકરોને કસ્ટડીમાં લેવા માટે મંજુરી મળી ગયા બાદ કાર્યવાહીનો દોર જારી છે. ૩૫૦થી વધુ કટ્ટરપંથીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવ્યા બાદ વધુ ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી માહિતીમાં જણાવવામાં આવ્યું છે તે જમાતે ઈસ્લામીના અલગતાવાદી અને દેશ વિરોધી ગતિવિધિયોમાં સામેલ હોવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત તેને નફરત ફેલાવનાર એક સંગઠન તરીકે ગણાવીને તેની ગતિવિધિ પર બ્રેક મુકવાની જાહેરાત કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને સંગઠનને પ્રતિબંધિત કરવાના આદેશ જારી કર્યા છે. જમાતે ઈસ્લામી મુસ્લિમ બ્રદર હુડની જેમ એક સંગઠન છે. તેનો ઈરાદો રાજનીતિ હિસ્સો લઈને ઇસ્લામી શાસનની સ્થાપના માટેનો છે. સાઉદી સહિત અનેક દેશોમાં આ સંગઠન પ્રતિબંધિત છે. અન્ય આતંકવાદી સંગઠનો સાથે પણ તેના સંબંધો રહી ચુક્યા છે.