કલર્સનો છોટી સરદારની શો દર્શકોને ખૂબ પસંદ પડ્યો છે અને લોકોએ એની ઘણી પ્રશંસા કરી છે. કલાકારો વચ્ચે ભાઈચારાનું વાતાવરણ સ્ક્રીન પર અને પાછળ પણ સરસ રીતે છતું થાય છે. સેટ પર કલાકારો વચ્ચે ખાસ બંધન બંધાય છે અને લોકો એ સ્મૃતિઓને આનંદવાની એક ફિલસૂફી અપનાવે છે. કૃ મેમ્બર્સથી લઇ બધાં કલાકારો જાણે એક પરિવાર બન્યાં છે.
તેમના રોજીંદા શૂટીન્ગની મધ્યમાં છોટી સરદાર્નીના કલાકારો “ ફીટ રહેવા માટે સાથે મળીને વ્યાયામ્કારો’ એમાં માને છે. મુખ્ય કલાકાર અવિનેશ રેખી, કે જે સરબજીત ગિલનો રોલ કરે છે તે પરમ સાથે દિલના બંધનથી જોડાયેલો છે.પરમ એના જમાઈનો રોલ કરે છે. તેમના મુક્ત સમયમાં સરબજીત અને પરમ એક બીજાને જુદા જુદા વર્ક આઉટ પર પડકાર કરીને મનોરંજન કરે છે. આનાથી એમનો જુસ્સો ઊંચો રહે છે.એક આવી જ તસ્વીરમાં મઢવા જેવી ક્ષણ હતી -પરમ્જીતે સરબજીતને પુશ-અપ કરવા પડકાર ફેંક્યો તે. આ કલાકારે શાલીનતાથી આ પડકાર ઊઠાવી લીધો અને પડકાર પૂરો કર્યો, પણ પરમને ખુશ અને હસતો જોવા એ એવો દેખાવ કરીને ફરતો રહ્યો કે કામ અધૂરું રહ્યું છે.
એના પર ટિપ્પણી કરતાં કલાકારે કહ્યું હતું, ‘હકીકતમાં હું એક દીકરાનો બાપ છું, એટલે આ ઉમરના છોકરાઓ સાથે કેવી રીતે વર્તવું એ મને આવડે છે. નસીબ જોગે પરમ ‘હેપ્પી ગો લકી’ બાળક છે, રમતિયાળ છે અને ચોવીસે ય કલાક તરવરાટથી ભર્યો હોય છે.અમારા લાંબા વર્કિંગ કલાકોને કારણે ક્યારેક અમે થાકી જઈએ અને ચીડાયેલા હોઈએ છીએ, ત્યારે એ વિચિત્ર હાવભા કરીને અને મનોરંજન કરીને મારો મૂડ બનાવે છે. એક અત્યંત ગાંડપણભરી પળ હતી જયારે એણે મને પુશ અપનો પડકાર આપ્યો હતો. એ આસપાસ ઘૂમતો હોય તો ખરેખર સારું લાગે છે અને એની સાથે વર્ક આઉટ કરવાની પણ મજા આવે છે કારણ કે એ હમેશાં ઊંચા જુસ્સામાં હોય છે.”