આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છેઃ
તેઓએ બીએસએલઆઇ ગેરન્ટીડ માઇલ સ્ટોન પ્લાન લોંચ કરી રહ્યા છે
મૃત્યુ તેમ જ પાકતી મુદતે જોઇન્ટ લાઇફના લાભ આપતી આ પ્રકારની આ પ્રથમ નોન લિંક્ડ,નોન પાર્ટીંસિપેટીંગ જીવન વીમા પ્રોડક્ટ છે
ખબરપત્રીઃ અગ્રણી નોન બેન્કિંગ ફાઇનન્શિયલ સર્વિસ કંપની આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની જીવન વીમા કંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ (એબીએસએલઆઇ)એ તેમનો એબીએસએલઆઇ ગેરન્ટીડ માઇલ સ્ટોન પ્લાન લોંચ કર્યો છે. જોઇન્ટ લાઇફ બેનિફિટ ઓફર કરતો આ પ્રકારનો આ પ્રથમ નોન લિંક્ડ, નોન પાર્ટિસિપેટીંગ જીવન વીમા પ્લાન છે જેનો મુખ્ય ઉદ્દેશ વોલેટાલિટી અને અનિશ્ચિત આર્થિક સમયમાં લોકોના મહત્ત્વના આર્થિક ધ્યેયનું રક્ષણ કરવાનું છે. એબીએસએલઆઇનો ગેરન્ટીકૃત માઇલ સ્ટોન પ્લાન મૃત્યુ થાય અથવા તો પાકતી મુદતે સંપૂર્ણ બાયંધરીકૃત વળતર આપે છે. આ પ્લાન ગ્રાહકોની બચતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ યોજના મધ્યમથી લાંબાગાળાની મર્યાદિત સમયની જવાબદારી (ઓછી ભરવાની રકમ) સાથે કોઇ રિઇન્વેસ્ટમેન્ટના જોખમ વિનાની ગેરેન્ટી આપે છે.
“વધારામાં આ ઉદ્યોગમાં પહેલી વાર જ આ યોજનામાં લાભ લેનાર વ્યક્તિની પત્નીને પણ જોઇન્ટ લાઇફ પ્રોટેક્શન વિકલ્પ હેઠળ કવર કરવાની સુવિધા આપે છે. આ એક પ્રકારની એવી વિશિષ્ટતા છે. પ્લાનમાં પતિ અને પત્ની બંનેના જીવન વીમા માટે મૃત્યુના લાભ અને પાકતી રકમ પણ આપશે. આવી યોજનાઓની સાથે અમે જરૂરિયાત મુજબના ઉકેલ પર ધ્યાન આપવાનું ચાલુ રાખીશુ જેને કારણે લોકોને તેમના આર્થિક લક્ષ્યાંક પૂરા કરવામાં મદદ મળશે અને તેઓ આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરી શકશે”, એમ શ્રી રાઝદાને જણાવ્યું હતું.આ લોંચ પ્રસંગે બોલતા આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તેમ જ આદિત્ય બિરલા કેપિટલના ડેપ્યુટી સીઇ પંકજ રાઝદાને જણાવ્યું હતું કે, “સુરક્ષિત સેગમેન્ટમાં બાયંધરીકૃત બચતમાં અમારા પદચિહ્નને વિસ્તારવાની અમારી પ્રતિબદ્ધતાને અમે એબીએસએલઆઇ ગેરન્ટીડ માઇલસ્ટોન પ્લાનના લોંચ દ્વારા દોહરાવીએ છીએ. આ પ્લાન અમારા ગ્રાહકોને બાયંધરીકૃત વળતર આપશે. ઘટતા જતા વ્યાજ દર અને નાણાકીય અનિશ્ચિતતાઓના દોરમાં પણ ગ્રાહક પાસે બચત વિકલ્પ છે જે તેમના નક્કી કરેલા નાણાકીય લક્ષ્યોનું રક્ષણ કરશે તેમ જ તેને પૂરુ પાડવા માટે આવશ્યક ભંડોળ પણ પૂરું પાડશે.”
સંયુક્ત લાઇફ પ્રોટેક્શનની અનન્ય દરખાસ્ત ગ્રાહકો માટે અને તેમની પત્ની માટે એક જ પોલીસીમાં બચતની ગેરન્ટી આપે છે કારણ કે આ ફાયદો પતિ, પત્ની અથવા બંનેના મૃત્યુ બાદ પણ ચાલુ રહે છે. પતિ અને પત્ની માટે બાયંધરીકૃત બચત આપવા ઉપરાંત આ પ્લાનમાં પ્રીમિયમ ચૂકવણીની મુદત પસંદ કરવાની તેમ જ વધારાનું પ્રીમિયમ ચૂકવીને યોગ્ય રાઇડર વિકલ્પ પસંદ કરી વીમા કવર વધારવાની પણ સુવિધા છે.
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સનો એબીએસએલઆઇનો ગેરન્ટીડ માઇલસ્ટોન પ્લાન દરેક માટે બનાવવામાં આવ્યો છે. પોતાના રોકાણ અને બચત પોર્ટફોલિયોમાંથી વૈવિધ્યકરણ કરવામાં મદદ કરવાથી માંડીને લક્ષ્યાંકોનું રક્ષણ કરવા અને જીવનના સીમાચિહ્નરૂપ પાર પાડવાની સુગમતા છે. અન્ય વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં વિશાળ નાણાકીય રક્ષણનો તફાવત છે, તેથી આવી યોજના અને ઉકેલો દ્વારા ભારતીય બજારમાં બચત અને સંપતિના રક્ષણ માટે જાગરૂકતા લાવવા અને સમજ કેળવવાનો એબીએસએલઆઇનો સતત પ્રયાસ છે.
પ્લાન પર એક નજર |
|
દાખલ થવાની ઉંમર( છેલ્લા જન્મ દિવસની ઉંમર) |
30 દિવસ-60 વર્ષ |
પોલીસી ટર્મ | 12, 14, 16, 18, 20, 22, 24 અને 26 વર્ષ |
પ્રીમિયમ ભરવાની ટર્મ | · પોલીસી ટર્મ 12,14 માટે 6 વર્ષ
· પોલીસી ટર્મ 16,18 માટે 8 વર્ષ · પોલીસી ટર્મ 20,22 માટે 10 વર્ષ · પોલીસી ટર્મ24,26 માટે 12 વર્ષ |
મિનિમમ મેચ્યોરિટી ઉંમર | 18 વર્ષ |
મેચ્યોરિટી પ્રીમિયમ | 15,000 રૂપિયા |
સમ એશ્યોરર્ડ | વાર્ષિક પ્રીમિયમના 15 ગણા |
મિનિમમ સમ એશ્યોર્ડ | રૂપિયા 2,25,000 |
પ્રીમિયમ મોડ | વાર્ષિક, અર્ધ વાર્ષિક, ત્રિમાસિક અને માસિક |