અરૂણ જેટલીની હાલત ખુબ ગંભીર : કોવિન્દ પહોંચ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રિય નાણાંપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીની હાલત ગંભીર બનેલી છે. તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આજે તેમની તબિયત ખરાબ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ મળવા માટે પહોંચી ગયા હતા. તેમને એમ્સમાં આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. નવમી ઓગષ્ટના દિવસે તેમની તબિયતને લઇને હેવાલ જારી કરવામાં આવ્યા બાદ કોઇ હેવાલ જારી કરવામાં આવ્યા નથી. તેમને વેન્ટીલેટર પર હાલમાં રાખવામાં આવ્યા છે. તેમની સ્થિતી ખતરાની બહાર થઇ રહી નથી. સુત્રના કહેવા મુજબ તેમના ફેફસામાં પાણી જમા થવાના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. આ જ કારણસર તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી રહી છે.

તેમના ફેફસામાંથી પાણી બહાર કાઢવાનુ કામ સતત ચાલી રહ્યુ છે. પરંતુ વારવાર પાણી જમા થઇ રહ્યુ છે. જેથી તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો નથી. તેમને સોફ્ટ ટિશ્યુ સરકોમા છે. જે એક પ્રકારના કેન્સર સમાન છે. આના કારણે જ તેમને તકલીફ આવી રહી હોવાનુ તબીબો માની રહ્યા છે. દર્દીના હાલમાં બ્લડ પ્રેશર અને પલ્સ યોગ્ય રીતે કામ કરી રહી છે.

જો કે શુક્રવાર બાદથી તેમના આરોગ્યને લઇને કોઇ નિવેદન જારી કરવામાં આવી રહ્યા નથી. જેટલી પહેલા જ ડાયાબિટીસના દર્દી છે. સાથે સાથે  કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી ચુક્યા છે. થોડાક દિવસ પહેલા ટિશ્યુ કેન્સર હોવાના હેવાલ આવ્યા હતા. જેટલીએ સ્થુળતાને ઘટાડી દેવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.

Share This Article