અભિનેત્રીએ હિજાબના વિરોધમાં ઉતાર્યા કપડાં, વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો શેર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દુનિયામાં પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે મહિલાઓ આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે જેમને દુનિયાની મોટી મોટી હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે. હિજાબ વિરોધી પ્રદર્શનના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવનાર અભિનેત્રી એલનાઝ નોરોજી ફરીથી એકવાર આ આંદોલનમાં જોડાઈ છે. વિરોધ જતાવવા માટેના તેના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું પાત્ર પણ બની છે. એલનાઝ નોરોજીએ મંગળવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે વિરોધ જતાવવા માટે પોતાના કપડાં ઉતારતી જોવા મળી.

વીડિયોમાં ઈરાની અભિનેત્રી પોતાનો હિજાબ અને બુરખો ઉતારતી જોવા મળી રહી છે. ત્યારબાદ તે અન્ય કપડાં પણ એક પછી એક ઉતારે છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ‘દરેક મહિલા, દુનિયામાં ક્યાંય પણ, એ વાતની પરવા કર્યા વગર કે તે ક્યાંથી છે, તેને એ અધિકાર હોવો જોઈએ કે તે જે ઈચ્છે, જ્યારે ઈચ્છે અને જ્યાં ઈચ્છે તે પહેરી શકે. કોઈ પણ પુરુષ કે કોઈ પણ મહિલાને એ અધિકાર નથી કે તે તેને જજ કરે કે પછી તેને બીજા કપડાં પહેરાવા માટે કહે. એલનાઝ નોરોજીએ લખ્યું છે કે ‘દરેકનો પોતાનો એક અલગ દ્રષ્ટિકોણ અને માન્યતા હોય છે અને તેનું સન્માન થવું જોઈએ. લોકતંત્રનો અર્થ હોય છે ર્નિણય લેવાની તાકાત. દરેક મહિલા પાસે પોતાના શરીર અંગે ર્નિણય લેવાની તાકાત હોવી જોઈએ. હું નગ્નતાને પ્રોત્સાહન નથી આપતી, હું ‘મારી પસંદની સ્વતંત્રતા’નું સમર્થન કરી રહી છું. ‘

અત્રે જણાવવાનું કે સપ્ટેમ્બરથી ચાલુ થયેલા વિરોધ પ્રદર્શનમાં આ અગાઉ મહિલાઓ પોતાના વાળ કાપતી અને હિજાબને બાળતી જોવા મળી હતી.

Share This Article