અતિભારે વરસાદની ચેતવણી અકબંધ….

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. બનાસકાંઠા અને વલસાડમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરુચ, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની ચેતવણીના પગલે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગાલ લેવામાં આવી રહ્યા છે.

Share This Article