• Latest
  • Trending

માતૃભાષા-ગુજરાતીની સમાંતર વિશ્વભાષા-અંગ્રેજીમાં યુવાનોને સજ્જ કરવાનું અભિયાન

2 weeks ago

નિજ્જર હત્યાકાંડના વિવાદ વચ્ચે એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરીને મળ્યા

11 hours ago

PM ગતિ શક્તિ બેઠકમાં ૬ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુકાયો

11 hours ago

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

16 hours ago

અમદાવાદ ટાઈમ્સ ફેશન શો સીઝન 2 ની આકર્ષક શરૂઆત

19 hours ago

વિશ્વ મેરીટાઇમ ડે- MARPOL એટ 50- જેબીએસ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉજવણી

2 days ago

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (PRCI) દ્વારા પબ્લિક રિલેશન્સ સોસાયટી દિલ્હી (PRSD)ના સહયોગથી આયોજિત થઇ 17મી વૈશ્વિક કોમ્યુનિકેશન કોન્ક્લેવ

3 days ago

વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023: ભારતના બાંધકામ ઉદ્યોગ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરે છે

3 days ago

આવી ગઈ છે અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક, શહેરની સર્વશ્રેષ્ઠ ફેશન ઇવેન્ટ સિઝન 2

3 days ago

કેનેડામાં વડાપ્રધાન ટ્રૂડોની લોકપ્રિયતામાં ઘટાડો : સર્વે પરથી લગાયું અનુમાન

4 days ago

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક આ બીમારી, WHOની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

4 days ago

અમેરિકામાં ફરીવાર આ સપ્તાહે શટડાઉનનું જોખમ

4 days ago

અમેરિકાના એટલાન્ટામાં શોપિંગ મોલ પાસે ફાયરિંગ, ૩ લોકોના મોત

4 days ago

ફરી હવામાન વિભાગે આગાહી કરી, આ રાજ્યોમાં અતિભારે વરસાદ

4 days ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Saturday, September 30, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

માતૃભાષા-ગુજરાતીની સમાંતર વિશ્વભાષા-અંગ્રેજીમાં યુવાનોને સજ્જ કરવાનું અભિયાન

KhabarPatri News by KhabarPatri News
September 18, 2023
in News
0
Share on FacebookShare on Twitter

આજે વૈશ્વિક સ્તરે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમજ ભારતના બુદ્ધિધનની બોલબાલા છે, ત્યારે વૈશ્વિક આચાર, વિચાર અને વ્યવહારમાં સ્વીકારાયેલી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ પણ જરૂરી છે. રાજ્યના વર્ષ-૨૦૨૩-૨૪ના બજેટમાં પાંચ સ્તંભ આધારિત વિકાસની વાત કરવામાં આવી છે. જેના બીજા સ્તંભમાં માનવસંસાધન વિકાસનો સમાવેશ કરાયો છે, ત્યારે ગુજરાતના યુવાનોમાં અંગ્રેજી ભાષાનો અભાવ ન રહે તે માટે દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રહેતા વર્ષ ૨૦૦૭માં સ્કોપ-SCOPE (Sociªy for Creation of Opportunities through Proficiency in English) સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

ગુજરાતના યુવાનોમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ વધે અને તેના થકી રોજગારીની વધુ ઉજ્જ્‌વળ તકો પ્રાપ્ત થાય તે માટે ગુજરાતના યુવાનોમાં માતૃભાષા ગુજરાતીની સાથે અંગ્રેજી ભાષામાં ભણતરની સાથે ગણતર પ્રદાન કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને મૂર્ત સ્વરૂપ આપવાનું કાર્ય સ્કોપ-SCOPE દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ માટે SCOPE દ્વારા અંગ્રેજી ભાષાશિક્ષણ આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન, તેમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય કક્ષાની એજન્સીઓ સાથે જોડાઈને રાજ્યમાં અંગ્રેજી ભાષાશિક્ષણના અમલ અને સંવર્ધન માટે તાલીમ, સેમિનાર, વર્કશોપ વગેરેનું આયોજન તથા ઈ-લર્નિંગ માધ્યમોને પ્રોત્સાહન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગુજરાતના યુવાનો અંગ્રેજી ભાષામાં બોલવાનું, લખવાનું તથા સાંભળવાનું કૌશલ્ય વિકસાવી શકે તે માટે SCOPE દ્વારા રેપિડ ઈંગ્લિશ સ્પીકિંગ કોર્સ, બાયસેગના માધ્યમથી વર્કશોપ, વેબિનાર, સેમિનાર, ઈ-ક્વિઝ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન તેમજ અધ્યાપકો તથા શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ ઉપરાંત, ટેક્નોલૉજીનું મહત્ત્વ, લેખન કૌશલ્ય, વ્યાવસાયિક સજ્જતા, ટાઇમ મેનેજમેન્ટ સહિતની પ્રવૃત્તિઓની સાથે વ્યાકરણ, ભારતીય સંસ્કૃતિ, સામાન્ય જ્ઞાન, સાંપ્રત પ્રવાહો વિશે મહિનામાં ત્રણ વખત ઈ-ક્વિઝનું આયોજન પણ કરવામાં આવે છે.

આ પ્રકારે SCOPE દ્વારા અત્યાર સુધીમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં કુલ ૧,૩૧,૪૦૦ લાભાર્થીઓએ અંગ્રેજી સશક્તીકરણની તાલીમ મેળવી છે, જ્યારે કુલ ૨૬,૯૧૭ જેટલા વેબિનાર અને સેમિનાર તથા ૩૯૦૦ જેટલી વર્કશોપ યોજાઈ છે. આ સિવાય, ૮૨૩ જેટલી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી છે તેમજ ઓનલાઇન યોજાયેલી ૭૦ જેટલી ઈ-ક્વિઝમાં કુલ ૬,૨૪,૩૭૧ ઉમેદવારોએ ભાગ લીધો છે.

આ ઉપરાંત, સ્કોપ દ્વારા ઉમેદવારોના પ્લેસમેન્ટ માટે Cambridge English Placement Tes (CEPT ) તેમજ Linguaskill Business Exam એવી બે આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓનું આયોજન પણ કરવામાં આવે છે. આ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા SCOPE દ્વારા ડિબેટ, વકતૃત્વ અને નિબંધ સ્પર્ધા, ગ્રૂપ ડિસ્કશન્સ વગેરે યોજવામાં આવે છે. જેથી કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકે અને અંગ્રેજી ભાષાનો ડર દૂર થઈ શકે. આવી સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, CEPT તેમજ Linguaskill Business પરીક્ષાઓ ૧૩૦ જેટલા દેશોમાં માન્ય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. જે કોમન યુરોપિયન ફ્રેમવર્ક પર આધારિત છે અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓમાં એડમિશન માટે પણ સહાયરૂપ થાય છે. આ પ્રકારે વર્ષ-૨૦૦૭થી અત્યાર સુધીમાં કુલ ૬,૩૪,૮૦૯ વિદ્યાર્થીઓએ આ સર્ટિફિકેટ મેળવ્યાં છે, જે તેમને રોજગાર અને કારકિર્દીના વિવિધ તબક્કે ઉપયોગી બન્યા છે.

SCOPE દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૨૨, તમિલ સંગમમ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સહિતના વિવિધ આયોજનોમાં પણ ભાગ લઈ, યુવાનોને વૈશ્વિકસ્તરે અંગ્રેજીના મહત્ત્વ અંગે જાગૃત કરવામાં આવે છે.

સંસ્થાની વિવિધ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને ૮૩મા SKOCH એજ્યુકેશન સમિટ એવોર્ડ્‌સ, ૨૦૨૨માં ગોલ્ડ કેટેગરીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વધુમાં, SCOPE અને બ્રિટિશ કાઉન્સિલ વચ્ચે એગ્રિમેન્ટ પણ સાઇન કરવામાં આવ્યાં છે. જેના લીધે હવે બ્રિટિશ કાઉન્સિલના કુશળ તજ્જ્‌ઞોની ઓનલાઇન તાલીમ તેમજ તેના આધારે લેવાતી પરીક્ષાઓનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને તથા આમ જનતાને મળશે. વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં ૨૦,૦૦,૦૦૦થી વધુ લોકો આ તાલીમ મેળવે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. જે ૧૫૦થી વધુ દેશોની ૨૫૦થી વધુ યુનિવર્સિટીઓમાં માન્ય છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં ૨૦૦૭થી કાર્યરત્‌ SCOPE એક એવું મોડલ છે, જે યુવાનોને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ અપાવવાની સાથે રોજગારીની ઉજ્જવળ તકો અપાવવા માટે પ્રયત્નશીલ છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા SCOPEના માધ્યમથી લેવામાં આવતી બંને આંતરરાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ –કેમ્બ્રિજ ટેસ્ટ માટે ૫૫ થી ૬૦ ટકા જેટલી રાહત, જ્યારે બ્રિટિશ કાઉન્સિલની પરીક્ષા માટે ૮૭ ટકા જેટલી રાહત પરીક્ષા ફીમાં આપવામાં આવે છે. આ પરીક્ષાનાં પ્રમાણપત્રો વિશ્વનાં ગણનાપાત્ર વિશ્વવિદ્યાલયોમાં પણ માન્યતાપ્રાપ્ત હોઈ, રાજ્યના યુવાનો તેમજ અન્ય નાગરિકોને લાભ લેવા માટે SCOPE દ્વારા અનુરોધ કરાયો છે.

ShareTweetSendShare
Previous Post

હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Next Post

‘ચંદ્ર પર લહેરાઈ રહ્યો છે ત્રિરંગો, ભારત ઉજ્વળ ભવિષ્યનો સંકેત આપે છે' : વડાપ્રધાન મોદી

Related Posts

નિજ્જર હત્યાકાંડના વિવાદ વચ્ચે એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરીને મળ્યા

by KhabarPatri News
September 29, 2023
0

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના...

Read more

PM ગતિ શક્તિ બેઠકમાં ૬ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુકાયો

by KhabarPatri News
September 29, 2023
0

કેન્દ્ર સરકારના પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન હેઠળ, ૫૬મી નેટવર્ક પ્લાનિંગ જૂથની બેઠકમાં છ પ્રોજેક્ટ્‌સ માટેની દરખાસ્તો રજૂ કરવામાં આવી...

Read more

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

by KhabarPatri News
September 29, 2023
0

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો હતો અને સત્યનારાયણ ની કથા કરી 200 થી...

Read more

અમદાવાદ ટાઈમ્સ ફેશન શો સીઝન 2 ની આકર્ષક શરૂઆત

by KhabarPatri News
September 29, 2023
0

ધ અમદાવાદ ટાઇમ્સ ફેશન શો (ATFW) સિઝન 2, ધ ટાઇમ્સ ગ્રૂપની પહેલ અને શહેરની સૌથી મોટી ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા, બુધવારે ગ્લેમરસ...

Read more

વિશ્વ મેરીટાઇમ ડે- MARPOL એટ 50- જેબીએસ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉજવણી

by KhabarPatri News
September 28, 2023
0

સંયુક્ત રાષ્ટ્ર ની એજન્સી ઇન્ટરનેશનલ મેરીટાઇમ સંસ્થા દ્વારા દર વર્ષે તા. 28મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ મેરીટાઇમ ડે ની ઉજ્વણી કરવામા...

Read more
Load More
Next Post

‘ચંદ્ર પર લહેરાઈ રહ્યો છે ત્રિરંગો, ભારત ઉજ્વળ ભવિષ્યનો સંકેત આપે છે' : વડાપ્રધાન મોદી

પશ્ચિમી દેશોને લઈને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In