અખબારનગર સર્કલ પાસે બુધવારે રાત્રે આંગડિયા પેઢીના બે કર્મચારી પાસેથી રૂપિયા ૨૭ લાખના દાગીના ભરેલા થેલાની લૂંટ કરી બાઇકસવાર બે લૂંટારું ફરાર થઈ ગયા હતા. પેઢીની અખબારનગર ખાતેની ઓફિસથી દાગીના ભરેલો થેલો લઈ બંને કર્મચારી માણેકચોક ખાતેની પેઢીની મેઇન ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મસાલો ખાવા ગલ્લે ઊભા રહ્યા હતા. આ સમયે બાઈક પર આવેલા બે લૂંટારું એક્ટિવાની આગળથી થેલો લૂંટીને ભાગી ગયા હતા. માણેકચોકની અમૃત કાંતિલાલ પટેલ આંગડિયા પેઢીના બે કર્મચારી બુધવારે રાત્રે અખબારનગરમાં રતન કોમ્પલેક્સમાં આવેલી તેમની ઓફિસમાં દાગીનાનું પાર્સલ લેવા આવ્યા હતા. બંને કર્મચારી ૨૭ લાખના દાગીના થેલામાં લઈ એક્ટિવા પર માણેકચોક જવા નીકળ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવીના આધારે બંને લૂંટારુંની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે રીતે બંને લૂંટારું દાગીના ભરેલો થેલો લૂંટી ગયા હતા, તે જોતા તેઓ આંગળીયા પેઢીના કર્મચારીની રેકી કરતા હોવાનું જણાઈ આવે છે.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભૂકંપ આંચકા અનુભવાયા, તીવ્રતા ૬.૬ની નોંધાઇ
દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે....
Read more