Tag: રક્ષાબંધન

નિકોલ ફાયર સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા ભાઈ-બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ એક યુવા ગ્રુપ દ્વારા નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘રક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. ફાયર બ્રિગેડના ભાઈઓ આખુ વર્ષ પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરતા હોય છે, ત્યારે તેમની રક્ષા કાજે નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. શહેરના આ યુવા ગ્રુપની આશરે 30થી વધુ બહેનોએ ફાયર વિભાગના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. આ પ્રસંગે નિકોલ ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગના કાર્યો વિશે જાણકારી આપી હતી, તેમજ આપત્તિના સમયે કેવી રીતે સંયમતા અને સતર્કતાથી વર્તવુ તેના વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, જ્યારે કટોકટીની સમસ્યા સર્જાય હોઇ ત્યારે ફાયરના વ્હિકલ સમયસર ઘટનાસ્થળે પહોંચે તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી

રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ત્યૌહારો માટે ૨૪ અને ૨૫ ઓગસ્ટ, દરમિયાન અમદાવાદમાં હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન

ઓગસ્ટ મહિનો એટલે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ત્યૌહારોના સાથે પ્રવાસ અને આનંદ નો મહિનો અને આ મહિનામાં તમારા ફેશન શોપિંગને ખાસ ...

ગદર ૨ની સફળતાથી વર્ષો જુના અબોલા દૂર થતા સની દેઓલ બહેનો સાથે રક્ષાબંધન મનાવશે

બોલીવુડ એક્ટર સની દેઓલ હાલમાં જ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ ગદર ૨ની સક્સેસને લઈને ખૂબ જ ખુશ છે. આ ફિલ્મે ...

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમદાવાદમાં ધડકન ગ્રુપ દ્વારા રાખી એડિશન એક્ઝિબિશન યોજાયું

શહેરમાં અત્યારથી જ આગામી પર્વ રક્ષાબંધનને લઈને ખરીદી જોવા મળી રહી છે. ત્યારે લોકોને લક્ઝ્યુરીયસ ચીજ વસ્તુઓ સાથેનું ખરીદીનું પ્લેટફોર્મ ...

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.