સેક્સી દિશા પટની પાસે હાલ ૩ મોટી ફિલ્મો છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

ખુબસુરત દિશા પટનીને બોલિવુડમાં આવ્યાને વધારે સમય થયો નથી પરંતુ તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. સાથે સાથે તેની પાસે હવે મોટા બેનર અને મોટા સ્ટાર સાથેની ફિલ્મ પણ આવી રહી છે. થોડાક સમય પહેલા સલમાનની સાથે ભારત  ફિલ્મમાં કામ કર્યા બાદ હવે તે સલમાનની સાથે જ રાધે નામની એક્શન ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. રાધે ફિલ્મ ૨૨મી મે ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.

આવી જ રીતે તેની આદિત્ય રોય કપુર સાથે મલંગ ફિલ્મ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેની તૈયારી કરી લેવામાં આવી છે. તે હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર દિશા સોશિયલ મિડિયા પર ખુબ જ સક્રિય રહે છે. તે સોશિયલ મિડિયા પર વધારે હોવાથી તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૩ મિલિયનથી વધારે  ફોલોઅર્સ રહેલા છે. આ સંખ્યા સતત વધી રહી છે. તે પોતાના ખુબસુરત, હોટ, અને બોલ્ડ ફોટો હમેંશા ફેન્સમાં શેયર કરતી રહે છે. આ જ કારણસર તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.

તેની હોટનેસ અને ખુબસુરતીના કારણે ચાહકોમાં તે દિન પ્રતિદિન લોકપ્રિય થઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા દિશાના ફોટો અને વિડિયો પર લાખો લાઇક્સ અને કોમેન્ટ કરવામાં આવી રહ્યા છે.દિશાએ હવે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ પોસ્ટમાં એક બુમરેંગ વિડિયો રજૂ કર્યો છે. જેમાં તે ખુબસુરત અને બોલ્ડ નજરે પડી રહી છે. અલબત્ત આ વિડિયો નવો નથી પરંતુ તે વધારે જુનો નથી. દિશાના બુમરેંગ વિડિયોને ૧૦ લાખથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે. સોશિયલ મિડિયા પર લોકપ્રિય છે.

Share This Article