નવી દિલ્હી :ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે હાલત કફોડી બનેલી છે. હિમવર્ષોની સાથે સાથે ભારે વરસાદના કારણે હવામાન ખરાબ થઇ જતા સાવચેતીના પગલારૂપે કેદારનાથ, બદ્રીનાથ અને યમુનોત્રી યાત્રા અટવાઇ પડી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા છે. કેદારનાથ માર્ગ પર લિનચોલીની નજીક પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે હિમવર્ષા પણ થઇ રહી છે. કુલ્લુના બજારામાં ૧૪ વર્ષની એક કિશોરી તણાઇ જતા તેનુ મોત થયુ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ હાલત કફોડી બનેલી છે. ફાટામાં ગૌરીકંડ હાઇવે પર તિરાડો પડી ગઇ છે. જેના કારણે જનજીવન પણ ખોરવાઇ ગયુ છે.
ચારધામ ના બદ્રીનાથ અને હેમકુન્ડ સાહિબ, નીલ કંઠ , નરનારાયણ, જાશીમઠ, ફુલો કી ઘાટી કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં ભારે હિમવર્ષા થઇ છે. આ તમામ વિસ્તારોના ઉચાણવાળા વિસ્તારોમાં બરફની ચાદર છવાયેલી છે. હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષા અને બરફની ચાદરના કારણે તાપમાનમાં પણ ઉલ્લેખનીય રીતે ઘટાડો થઇ ગયો છે.
વરસાદના કારણે જુદા જુદા વિસ્તારોમાં પહાડી ક્ષેત્રોમાં ભેખડો ઘસી પડવાના બનાવો બન્યા છે. ઉત્તર કાશી, તમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નૈતિલાલમાં નૈતિ સરોવરમાં પ્રથમ વખત પાણીની સપાટી વધી ગઇ છે. ચારધામમાં દેશના જુદા જુદા ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચેલા છે. રસ્તા ખરાબ થઇ જવાના કારણે પણ લોકો પરેશાન થયેલા છે.ચારધામની યાત્રામાં સાયેલા લોકોની કાળજી લેવાઇ રહી છે.