Billions Year old Dragon Fossil: ચીનમાં વૈજ્ઞાનિકોને એક ખૂબ જ ખાસ 24 કરોડ વર્ષ જૂનું હાડપિંજર મળી આવ્યું છે. આ પ્રાચીન સમુદ્રી ગરોળીનું નામ ડાયનોસેફાલોસોરસ ઓરિએન્ટલિસ છે. આ જીવની ડોક અસામાન્ય રીતે લાંબી છે જેના કારણે લોકો એને પૌરાણિક ચીની ડ્રેગન ગણાવી રહ્યાં છે. વૈજ્ઞાનિકોએ આ શોધ ટ્રાઇએશિક કાળના સમુદ્રી જીવન વિશે નવી જાણકારી આપશે, આ જીવ લગભગ 16 ફૂટ લાંબો છે અને તેનું લગભગ આખું હાડપિંજર મળ્યું છે.
ડાયનોસેફાલોસોરસ ઓરિએન્ટાલિસની સૌથી ખાસ વાત તેની લાંબી અને લવચીક ગરદન છે, જે તેને અન્ય સમુદ્રી જીવો કરતાં અલગ બનાવે છે. તેની ગરદનમાં કુલ 32 હાડકાં હતાં. આ ગરદન માત્ર લાંબી જ નહોતી, પરંતુ તેની લંબાઈ તો તેના આખા શરીર અને પૂંછડીની કુલ લંબાઈ કરતાં પણ વધારે હતી. આ અનોખી રચનાએ આ જીવને પાણીની અંદર શિકાર કરવા અને સરળતાથી ફરવા માટે ઘણી મદદ કરી હશે.
ડાયનોસેફાલોસોરસ ઓરિએન્ટાલિસ માત્ર પોતાની લાંબી ગરદન માટે જ નહીં, પરંતુ તેનો આખું શરીર પાણીમાં જીવવા માટે બનેલું હતું. તેનું શરીર લીસા ટોર્પીડોના આકારનું હતું, જેના કારણે તે પાણીમાં ઝડપથી ચાલી શકતો હતો. તેના હાથ અને પગ ચપ્પુ જેવી રચના ધરાવતા હતા, જેથી તે ખૂબ સારી રીતે તરી શકતો હતો. પરંતુ તે જમીન પર સારી રીતે ચાલી શકતો નહોતો. આ જીવાશ્મના પેટમાં માછલીઓના અવશેષો મળ્યા છે, જે બતાવે છે કે તે સમુદ્રી શિકારી હતો. પાણીમાં રહેવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ બનેલું અને પોતાની લાંબી ગરદનના કારણે તે સમયનો સૌથી સફળ શિકારી ગણાતો હતો
ડાયનોસેફાલોસોરસ ઓરિએન્ટાલિસનો આ જીવાશ્મ સમુદ્રી ગરોળી જેવા જીવો વિશે નવી માહિતી આપે છે. 2021માં વધુ તપાસ બાદ વૈજ્ઞાનિકોએ ડાયનોસેફાલોસોરસને એક અલગ કુટુંબ (ફેમિલી)માં રાખ્યો છે. આ બતાવે છે કે આ જીવ પેક્ટોડેન્સ જેવા સમાન દેખાતા પ્રાણીઓથી કેટલો અલગ હતો.
તેના કંકાલની બારીક રચનાથી વૈજ્ઞાનિકોને સમજવામાં મદદ મળે છે કે આ જીવ ટ્રાયાસિક યુગના અન્ય સમુદ્રી સાપ-સરીસૃપો સાથે કેવી રીતે જોડાયેલા હતા.