ભારતની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર કંપની વોડાફોન આઈડિયા લિમિટેડે તેના તમામ પ્રીપેઈડ ગ્રાહકો માટે સિઝનની સૌથી મોટી ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર દરમિયાન તમામ પ્રી-પેઈડ ગ્રાહકોને પ્રત્યેક રિચાર્જ પર અનલિમિટેડ કોલ્સ, કેશબેક, એક્સ્ટ્રાડેટા, કોલરટ્યુન જેવા લાભ આપશે.
આ ઓફર અંગે બોલતા વોડાફોન આઈડિયા લિમિટેડના ઓપરેશન્સ ડાયરેક્ટર અવનીશ ખોસલાએ જણાવ્યું હતું કે, વર્તમાન સિઝનની આ સૌથી મોટી પ્રમોશનલ ઓફર છે. અમે અમારા ગ્રાહકોને સુનિશ્ચિત ગિફ્ટ્સ આપીને અમે રિચાર્જ પર ફ્કત મોટું ઈન્સેન્ટિવ અને લાભો જ નથી આપી રહ્યા પરંતુ દેશમાં વોડાફોન આઈડિયા નેટવર્ક સાથે જોડાયેલા પ્રત્યેક પ્રી-પેઈડ ગ્રાહકને એક આનંદ અને ફાયદો આપી રહ્યા છીએ.
આઈડિયાના ગ્રાહકો માટે ‘હર રિચાર્જ પે એક્સ્ટ્રા’તથા વોડાફોનના ગ્રાહકો માટે ‘હર રિચાર્જ પે ઈનામ ‘અંતર્ગત આ ઓફર રજૂ કરવામાં આવી છે. આ ઓફરનો મુખ્ય હેતુ સમગ્ર દેશ ભરમાં રહેલા કંપનીના પ્રી-પેઈડ ગ્રાહકોના બેઝને વધારે મજબૂત બનાવવાનો છે.
વોડાફોન આઈડિયાના ગ્રાહકો પ્રત્યેક વખત જેટલા પણ રૂપિયાનું રિચાર્જ કરાવશે ત્યારે ગ્રાહકને એક કોલ સાથેનો વળતો એસએમએસ આવશે.ગ્રાહકે યુએસએસડી *૯૯૯# ડાયલ કરવું પડશે અથવા તો માય વોડાફોન અથવા માય આઈડિયા એપ પર જઈને મનપસંદ ઓફર પસંદ કરવાની રહેશે. પસંદગી કર્યા બાદ અને સંમતિ આપ્યા બાદ ગ્રાહકના નંબર પર તે ઓફર લાગું થઈ જશે.
સમગ્ર દેશમાં આ ઓફર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે અને તે વોડાફોન આઈડિયાના ગ્રાહકો માટે સપ્ટેમ્બર ૨૦૧૯ ના પ્રથમ સપ્તાહ સુધી ઉપલબ્ધ રહેશે.બ્રાન્ડ આઈડિયા ‘હર રિચાર્જ પે એક્સ્ટ્રા’કેમ્પેઈન લોન્ચ કરશે અને સબકા ટાઈમ આ ગયા ટેગ લાઈન સાથે ઓફર રજૂ કરશે. આ કેમ્પેઈનને તમામ માધ્યમોમાં ચલાવવામાં આવશે અને આ સપ્તાહે તેની ટીવીસી પણ ઓન એર કરવામાં આવશે.