મુંબઇ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આવતીકાલે યોજાનાર પસંદગીકારોની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપનાર છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે આવતીકાલે ભારતીય ટીમની પસંદગી કરનાર છે. પાંચ સભ્યોની પસંદગીકારો મળનાર છે. કેપ્ટનમહેન્દ્ર સિંહ ધોનીના ભાવિને લઇને પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવનાર છે. જેથી તમામની નજર તેના પર કેન્દ્રિત થઇ ગઇ છે. છેલ્લા કેટલાક દિવસથી આ બેઠકને લઇને ચર્ચા ચાલી રહી છે. ભારતીય ટીમ ત્રીજી ઓગષ્ટના દિવસે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસને શરૂ કરનાર છે. બેઠકને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે.
એકમાત્ર ઝડપી બોલર જશપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. બીજી બાજુ મહેન્દ્ર સિંહ ધોનીને બે મહિનાટ્ઠ માટે આરામ આપવામાં આવી શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પીઠમાં દુખાવાના કારણે પરેશાન છે. તમામની નજર પસંદગીકારોની બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે.આવતીકાલે પાંચ સભ્યોની પસંદગી સમિતી દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વિન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની પસંદગી કરવામાં આવનાર છે. કેરેબિયન પ્રવાસ એક મહિના સુધી ચાલનાર છે. ત્રીજી ઓગસ્ટથી લઇને ચોથી સપ્ટેમ્બર દરમિયાન આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને ત્રણ ટ્વેન્ટી મેચો રમશે. ધોનીએ પસંદગીકારો અથવા તો ટીમ મેનેજમેન્ટ સાથે પોતાના ભાવિને લઇને કોઇ વાત કરી નથી.
ધોની ઉપરાંત પસંદગીકારો ચાવીરુપ ખેલાડીઓ ઉપર વર્કલોડને ઘટાડવા ઇચ્છુક છે. જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી અને અન્ય કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવે છે કે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. જા કે તમામ મોટા ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કેટલાક એવા હેવાલ પણ આવી રહ્યા છે કે કોહલી અને બુમરાહને વનડે, ટ્વેન્ટી અને ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવનાર છે. રોહિત શર્માને પણ આરામ આપવામાં આવી શકે છે. શિખર ધવન અને વિજય શંકરના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કેટલાક મુદ્દા પર મતભેદો પણ છે. વિશ્વ કપમાં અપેક્ષા કરતા નબળો દેખાવ સેમીફાઇનલમાં રહ્યા બાદ નિરાશા ચોક્કસપણે રહેલી છે. આઈપીએલની જુનિયર ટીમ મુંબઈ ઇન્ડિયન્સ માટે ૧૦ મેચો રમનાર અને વર્લ્ડકપમાં સામેલ થયા બાદ જસપ્રિત બુમરાહ વનડે અને ટ્વેન્ટી ટીમમાં રમ્યો ન હતો પરંતુ તે પણ ટેસ્ટ મેચમાં રમવા માટે ઇચ્છુક છે.
હાર્દિક પંડ્યા પણ હાલ અસ્વસ્થ થયેલો છે જેથી સિરિઝના પ્રથમ હિસ્સામાં તે સામેલ રહેશે નહીં પરંતુ વર્લ્ડકપ રમી ચુકેલા બાકી ખેલાડીઓ વિન્ડિઝમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. બેઠકમાં કોઇ યુવા ખેલાડીઓને તક મળશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે.