અનુજ ગાંધી દ્વારા સ્થાપિત વ્યૂહાત્મક મિડિયા-ટેક વેન્ચર સ્ટ્રીમબોક્સ મિડિયા અને નિખિલ કામથ તથા સ્ટ્રાઈડ વેન્ચર્સ સાથે માઈક્રોમેક્સ ઈન્ફોર્મેટિક્સના ટેકા સાથે ભારતની પ્રથમ સબ્સ્ક્રિપ્શન આધારિત ટેલિવિઝન સર્વિસ ડોર રજૂ કરવામાં આવી છે. ટેકનોલોજિકલ ઈનોવેશન અને સરળ યુઝર અનુભવ પર કેન્દ્રિત ડોર ભારતીય પરિવારો ઘર અને બહાર પણ મનોરંજનને પહોંચ મેળવે અને માણે તેમાં પરિવર્તન લાવવા માટે સુસજ્જ છે. આ અનોખું પ્રોડક્ટ-એઝ-અ-સર્વિસ મોડલ ભારતમાં 1લી ડિસેમ્બર, 2024થી ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે, જે પછી અન્ય મંચો અને ઓફફલાઈન વિતરણ ઈકોસિસ્ટમ પર ખૂલશે.
આ પથદર્શક સબ્સ્ક્રિપ્શન સર્વિસ એસવીઓડી ઓટીટી સ્ટ્રીમિંગ મંચો સાથે હાઈ- પરફોર્મન્સ 4કે ક્યુએલઈડી ટીવી, એવીઓડી મંચો, લાઈવ ચેનલો, ગેમિંગ, ન્યૂઝ અને ઘણા બધાને એક, કિફાયતી માસિક સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં જોડે છે. ભારતમાં ઘરઆંગણે તૈયાર અને વિકસિત ડોર ટીવી ઓએસસ દ્વારા પાવર્ડ આ સબ્સ્ક્રિપ્શન મંચ ગ્રાહકો માટે જ્ઞાનાકાર અને એકત્રિત વ્યુઈંગ અનુભવની ખાતરી રાખશે, જેને કારણે વિઘટિત ડિવાઈસીસ અથવા એપ્સ નેવિગેશન કરવાની ઝંઝટ દૂર થશે.
માઈક્રોમેક્સ ઈન્ફોર્મેટિક્સના સહ-સંસ્થાપક રાહુલ શર્માએ આ વિશે વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હોમ એન્ટરટેઈનમેન્ટ ક્ષિતિજમાં સબ્સ્ક્રિપ્શન અને લીઝિંગ મોડેલોમાં વધારાને લીધે આમૂલ પરિવર્તન આવ્યું છે. યુવા દર્શકો, જન વાય અને ઝૂમર્સ માલિકીને બદલે ભાડે લેવાને અગ્રતા આપી રહ્યા છે. તેઓ લવચીકતા અને મૂલ્યને અગ્રતા આપી રહ્યા છે. ડોર સાશે અમે આ વધતી ગ્રાહકોની અગ્રતાઓને પહોંચી વળતં માર્કેટ ડિઝરપ્ટર રજૂ કર્યું છે. ભારતમાં ઘરઆંગણે તૈયાર અને વિકસિત ડોર ઓએસનો લાભ લેતાં આ ટીવી સબ્સ્ક્રિપ્શન સર્વિસે વૈશ્વિક બજારોમાં ભાવિ તૈયાર ટેકનોલોજી હાંસલ કરી શકે તે મઢી લીધું છે. અમે ભારપૂર્વક માનીએ છીએ કે ડોર ભારતીય મનોરંજન ઈકોસિસ્ટમમાં પરિવર્તનકારી બનીને અમારા ગ્રાહકો માટે કિફાયતીપણું અને ઈનોવેશનને પહોંચી વળતી એકત્રિત સેવા આપશે.”
સ્ટ્રીમબોક્સ મિડિયાના સંસ્થાપક અને સીઈઓ અનુજ ગાંધીએ આ લોન્ચ વિશે જોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ભારતીય કનેક્ટેડ ટીવી ઈકોસિસ્ટમ ઝડપથી ઉત્ક્રાંતિ પામી રહી છે, જેમાં કનેક્ટેડ ટીવી પરિવારોની સંખ્યા આગામી પાંચ વર્ષમાં 50 મિલિયનથી વધીને 100 મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. જોકે વિઘટિત સેવાઓ અને ઉચ્ચ અપફ્રન્ટ ખર્ચ સંભવિત યુઝર્સના મોટા વર્ગમાં ખચકાટ પેદા કરે છે. ડોર સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલમાં તેના હાઈપર- પર્સનલાઈઝેશન અને જ્ઞાનાકાર કન્ટેન્ટ ડિલિરી સાથે માલિકી ડોર ઓએસ અને અત્યાધુનિક એઆઈ ટેકનોલોજી, ઘણા બધા કન્ટેન્ટ મંટોને જોડીને આ અંતર દૂર કરે છે. ભારતમાં અનોખા ટીવી-એઝ-અ-સર્વિસ મોડેલ તરીકે ડોરે પોતાને ભાવિ સુસજ્જ ઈનોવેશન તરીકે સ્થાપિત કરી છે, જે ભરપૂર વૃદ્ધિની સંબાવના સાથેની પહોંચક્ષમ બજારને બેજોડ મૂલ્ય પ્રદાન કરે છે. અમે ભારપૂર્વક માનીએ છીએ કે ડોર આગામી સમયમાં ગ્રાહકો માટે અવશ્યક વસાવવાની સંભાવના ધરાવશે અને તેથી અમે સિક્યુરિટી અને સોફ્ટવેર અપગ્રેડ્સ સાથે 4 વર્ષની વોરન્ટી ઓફર કરી રહ્યા છીએ. અમે ખરા અર્થમાં ફરક લાવવા માગીએ છીએ.”
સ્ટ્રીમબોક્સ મિડિયાના સીઓઓ રોમિલ રામઘડિયાએ જણાવ્યું હતું કે, “ડોરનું લક્ષ્ય ભારતીય પરિવારો માટે પ્રવેશના અવરોધો નોંધપાત્ર રીતે ઓછા કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત, પ્રીમિયમ મનોરંજનને પહોંચ વધારવાનું છે. આ નાવીન્યપૂર્ણ અભિગમ એ ખાતરી રાખે છે કે અત્યાધુનિક ટેકનોલોજી હવે લક્ઝરી રહી નથી, પરંતુ બધા માટે પહોંચક્ષમ સેવા છે. હાઈપર- પર્સનલાઈઝ્ડ ભલામણો, એકત્રિત કન્ટેન્ટ અનુભવ, સ્માર્ટ અપગ્રેડ્સ અને અસમાંતર કન્ટેન્ટ ડિસ્કવરીનો લેતાં અમે ભારતમાં કિફાયતી સ્માર્ટ ટીવી સમાધાન ચાહતા 100 મિલિયન+ પરિવારોનો નોંધપાત્ર બજાર હિસ્સો મઢી લેવા સુસજ્જ છીએ. ડોર સ્માર્ટ ટીવી અને કન્ટેટ સર્વિસીસના ખર્ચને એકત્રિત કરીને ભારતીય પરિવારો માટે 5060 ટકા ખર્ચ ઘટાડ પ્રદાન કરીને કિફાયતીપણું અને સુવિધામાં દાખલો બેસાડે છે. આથી આરંભિક સેવા ઓફર 43’’ મોડેલ થકી રહેશે ત્યારે અમે વ્યાપક દર્શકો સુધી પહોંચવા માટે અમારો પોર્ટફોલિયો 55’’ અને 65’’ સુધી ઝડપથી વિસ્તારવા સુસજ્જ છીએ. “
ભાવિ સુસજ્જ સબ્સ્ક્રિપ્શન મોડેલ
ડોર ટીવીનું અજોડ સબ્સ્ક્રિપ્શન મોડેલ ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાના મનોરંજનને પહોંચ મેળવવા માટે સાનુકૂળ અને ખર્ચ કિફાયતી રીત પ્રદાન કરે છે. રૂ. 10,799ના અપફ્રન્ટ ખર્ચમાં એક્ટિવેશન ફી અને એક મહિનાની સબ્સ્ક્રિપ્શન સેવાનો સમાવેશ થાય છે. ગ્રાહકો વ્યાપક પેકેજ પણ માણી શકે છે, જેમાં હાર્ડવેર, કન્ટેન્ટ અને એકધાર્યા અપડેટ્સનો સમાવેશ થાય છે. પ્રથમ મહિનાની પાર ટીવી માટે સબ્સ્ક્રિપ્શન ફી માસિક રૂ. 799 રહેશે, જે 12 મહિનાના સબ્સ્ક્રિપ્શન સમયગાળાના અંત સુધી રહેશે. આ પછી અમે તેમની વ્યુઈંગ અગ્રતાને ધ્યાનમાં લેતાં પેકેજ કસ્ટમાઈઝ્ડ કરીશું. ટેલિવિઝન ચાર વર્ષની વોરન્ટી અને પ્રોડક્ટ અપગ્રેડ વિકલ્પ સાથે આવે છે, જેથી ગ્રાહકો તેમની સુવિધાએ તેમની કન્ટેન્ટ મુક્ત રીતે માણી શકે છે.
બેજોડ વ્યુઈંગ અનુભવ
ડોરની પ્રથમ ઓફર 43 ઈંચ ક્યુએલઈડી ટીવીમાં 4કે અલ્ટ્રા એચડી રિઝોલ્યુશન છે, જે શાર્પ, લાઈફલાઈક વિઝ્યુઅલ, ડોલ્બી ઓડિયો સાથે રોમાંચક સાઉન્ડ અનુભવ પ્રદાન કરીને સૌર સંચાલિત રિમોટ કંટ્રોલ અને કોમ્પેનિયન એપ સાથે આવે છે. ઈન્ટીગ્રેટેડ ડોર ઓએસ 24+ ઓટીટી એપ્સ અને 300+ ચેનલોને એક સાઈન-ઓન અને એક સબ્સ્ક્રિપ્શન હેઠળ જોડે છે, જેથી આસાન મનોરંજન અનુભવની ખાતરી રહે છે. આ એકત્રિત અનુભવ ડોરના એઆઈ- પાવર્ડ સર્ચ અને ડિસ્કવરી ક્ષમતાઓ અને વ્યાપક જ્ઞાની ગ્રાફ્સ પર નિર્મિત જ્ઞાનાકાર નેવિગેશન દ્વારા વધુ બહેતર બને છે.