અમદાવાદમાં16મી ડિસેમ્બરના રોજ આંજલી ચાર રસ્તા ખાતે આવેલા પ્લેટિનમ ઈન હોટેલમાં સમ્યક વૂમેન્સ ક્લબ દ્વારા હાઉસો, સંગીત અને માતૃ પિતૃ વંદનાનો એક અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો.
સંસ્થાના સ્થાપક રાખી શાહે જણાવ્યું હતું કે અમારા આ બીજી મેગા ઇવેન્ટમાં અમે અમારા બહેનો માટે હાઉસીનું આયોજન કર્યુ હતુ અને પછી ચિંતન શાહના સંવેદનાના સાથે ગાયક ચિતેશ શાહનો પ્રોગ્રામ યોજાયો હતો. શ્રીમતી મીનાબેન અશોક કુમાર શાહની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે આ માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમમાં બર્થડે ઉજવણી, શોપિંગ મેળા અને સરપ્રાઈઝ ગીફ્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 200 થી વધુ બહેનો એ આ કાર્યક્રમનું આનંદ લીધા હતા.