રમત ગમત મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરેલ ફિટનેસ ચેલેન્જને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધી છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે અલગ અલગ પ્રકારના યોગાભ્યાસ કરતા દેખાઇ રહ્યાં છે.
વિડીયોમાં નરેન્દ્ર મોદી એક પાર્કમાં અલગ અલગ પ્રકારના યોગાભ્યાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ફિટનેસ ચેલેન્જ માટે એચ.ડી કુમાર સ્વામી અને મનિકા બત્રાને નોમિનેટ કર્યા છે. તમને જણાવી દઇએ કે એચ ડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી છે. નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફિટનેસ ચેલેન્જમાં નોમિનેટ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ વિડીયો શેર કરીને લખ્યુ હતુ કે, તે તેમનો વર્કઆઉટ વિડીયો શેર કરી રહ્યા છે. જેમાં તે યોગ સિવાય પ્રકૃતિથી જોડાયેલ પાંચતત્વથી ઘણા જ પ્રભાવિત છે. આ પ્રવૃતિ તેમને રિલેક્સ અને ફ્રેશ ફીલ કરાવે છે.
વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની અનુષ્કા શર્માને ચેલેન્જ કર્યા હતા. તેમાંથી અનુષ્કા શર્માએ વિરાટની ચેલેન્જ એક્સેપ્ટ કરીને ફિટનેસ વિડીયો બનાવ્યો હતો. હવે પ્રધાનમમંત્રીએ પણ વિરાટની આ ચેલેન્જ એક્સેપ્ટ કરીને ફિટનેસ વિડીયોને શેર કર્યો છે. હવે જોવુ એ રહેશે કે કુમારસ્વામી ક્યારે આ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે.