દેશના કોઇ પણ વિસ્તારમાં સામાન્ય લોકોની અંદર પોલીસની છાપ સારી રહી નથી. આવી સ્થિતીમાં પોતાની તમામ કુશળતા હોવા છતાં ખરાબ રહેલી છાપને સુધારવા માટે પોલીસમાં પણ યોગ્ય પગલા લેવાની જરૂર છે. પોલીસની વર્દી પહેરનારને આ બાબતને લઇને ગર્વ થવુ જાઇએ કે તે કાયદાના રક્ષક તરીકે છે અને તેની હાજરી સામાન્ય વ્યક્તિને સુરક્ષાની યાદ અપાવે છે. પરંતુ આજે સ્થિતી બિલકુલ બદલાયેલી દેખાઇ રહી છે. આજની સ્થિતી દર્શાવે છે કે પોલીસવાળાને પોતાની વર્દી પર અથવા તો યુનિફોર્મ પર ગર્વ નહીં રૌબ હોય છે. આ રૌ તેને ભ્રષ્ટ બનાવી દે છે. તે લોકોને હેરાન પરેશાન કરે છે. સાથે સાથે પોતાના ખિસ્સા ભરે છે. શાસન તંત્રમાં ભ્રષ્ટ લોકોની સામે ઉદાસીનતા કેટલી હદ સુધી છે તે બાબત વારંવાર સાબિત થતી રહી છે.
સાથે સાથે ભ્રષ્ટાચારી લોકોના અવાજ કેટલા બુલંદ રહેલા છે તે બાબત પણ સાબિત થતી રહી છે. હકીકતમાં એશ ઓ આરામની લઇફ જીવવા માટેની લાલચા ભ્રષ્ટાચાર અને લંચની જડ તરીકે રહેલી છે. લાંચ ખોટા કામ કરવા માટે જ માંગવામાં આવતી નથી. બલ્કે સારા કામ માટે પણ વ્યક્તિને લાલચ આપવામાં આવે છે. તેને સારા કામ કઢાવી લેવા માટે પણ લાંચ આપવી પડે છે. પરંતુ તેને સામાજિક દુરાચાર તરીકે ગણી શકાય નહી. કારણ કે નૈતિક અને આસ્થાના મુલ્યો સમાજમાં ગગડી રહ્યા છે. પોલીસવાળા પણ ભારતીય સમાજના હિસ્સા તરીકે છે. અમે રોજ નિહાળીએ છીએ કે પોલીસ પર દબાણ લાવવા માટે લોકો નેતાઓ પાસે જાય છે. નેતા પણ વોટ બેંક માટે પોલીસ પર દબાણ લાવે છે. વોટબેંકની આ રાજનીતિના કારણે તમામ સંસ્થાઓ ભ્રષ્ટાચારી બની ગઇ છે. પોલીસ તેમાંમ કોઇ અપવાદરૂપ નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં લાંચ માંગનાર સરકારી કર્મચારીઓમાં ૩૦ ટકા ભાગીદારી પોલીસ તંત્રની રહેલી છે.
પ્રાથમિક કેસ દાખલ કરવા, આરોપીની સામે મામલો દાખલ કરવામં ઉદાસીનતા રાખવા અને અન્ય રીતે પોલીસ પર લાંચના આરોપ મુકવામાં આવે છે. એવુ નથી કે આને રોકવા માટે પ્રયાસ થઇ રહ્યા નથી. વર્ષ ૧૯૮૦માં પહેલા રાષ્ટ્રીય પોલીસ આયોગની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક કમિટીઓની રચના કરવામા ંઆવી હતી. વર્ષ ૧૯૯૮મં જુલિયો રિબેરોની આગેવાનીમાં એક કમિટી બની હતી. પોલીસ કાયદામાં સુધારા પણ કરવામાં આવ્યા છે. આ પણ સાચી હકીકત છે કે ભાજપ અને કોંગ્રેસના નેતૃત્વમાં સરકારોએ વાતો તો મોટી મોટી કરી છે પરંતુ મુળભુત સુધારા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આના કારણે પોલીસ તંત્રમાં રહેલા ભ્રષ્ટ લોકોના ઇરાદા મજબુત થયા છે.પોલીસની છાપ ભ્રષ્ટ, અસંવેદનશીલ અને અસક્ષમ તરીકેની છે. જા કે તેમાં કેટલાક કુશળ અને ઇમાનદાર અધિકારી પણછે. લોકોમાં પોલીસની છાપ સુધારી દેવા વિવિધ પગલા વર્ષોથી લેવામાં આવી રહ્યા છે છતાં સ્થિતીમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. કેટલાક ભ્રષ્ટ ઓફિસરના કારણે પોલીસની છાપ વધુ ખરાબ થાય છે. સામાન્ય રીતે પોલીસમાં પણ એવા ઓફિસર છે જેમને જાઇને ગર્વ થઇ શકે છે.