અમદાવાદ: પાન વિલાસની તહેવારની ઓફર – ‘શોખ સે દુનિયા ઘુમો’ના પગલે ગુજરાતમાં આ નવરાત્રી વિશેષ બની ગઈ હતી. પાન મસાલાના રૂ. 5ના પ્રીમિયમ સેગ્મેન્ટમાં માર્કેટ લીડર બ્રાન્ડ પાન વિલાસે તેમની તહેવારોની ઓફર રજૂ કરી છે, જેમાં ગ્રાહકોને રૂ. 18,00,000ના મૂલ્યના પેટીએમ કેશબેક અને મોબાઈલ રિચાર્જીસ, એલઈડી ટીવી, 500 સફારી ટ્રાવેલ બેગ્સ અને પેરિસ, સિંગાપોર અને કુઆલાલુમ્પુરના 40 પ્રવાસના મેગા ઈનામ જેવી અનેક વસ્તુઓ જીતવાની તક મળશે.
અમદાવાદમાં 17મી ઑક્ટોબર 2018ના રોજ વાયએમસીએ એક્સ્ટ્રાવેગન્ઝ – ‘રઢિયાળી રાત’માં ‘શોખ સે દુનિયા ઘુમો’ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. વિદેશ પ્રવાસના લકી વિજેતાઓ ઠક્કર સંદીપ નરેન્દ્ર કુમાર અને તેમની પત્ની ઠક્કર દક્ષાબેન છે જ્યારે શાહિદ અને વિશાલ કુમાર જીવણને 32 ઈંચનું એલઈડી ટીવીનું ઈનામ લાગ્યું છે.
પાન વિલાસે પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડાને ગુજરાતીઓ અને જીવન પ્રત્યેના તેમના ઉત્સાહની ભાવનાને ધ્યાનમાં રાખી ‘ગુજરાતનો શોખ’ની થીમ પર એક વિશેષ રચના બનાવવાનું કામ સોંપ્યું છે.
ચ્યુઈંગ અને કન્ફેશનરી કેટેગરીના હેડ અનીરબાન સેને આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘પાન વિલાસ ‘શોખ મોટી વાત છે’ અભિયાન મારફત પોતાને અભિવ્યક્ત કરે છે. ‘શોખ મોટી વાત છે’ એવી અભિવ્યકિત રજૂ કરે છે કે જેની સાથે પાન વિલાસ સર્જાય છે અને શ્રેષ્ઠતાની શોધ પૂરી કરવા માટે કોઈપણ સ્તર સુધી પહોંચનારા નિષ્ણાતોની ભાવનાને સલામ કરે છે. અમારા ગ્રાહકોને ધ્યાનમાં રાખતાં અમારો આશય આ ‘શોખ’ની ઊજવણી કરવાનો અને તહેવારોની આ મોસમ દરમિયાન તેને આગામી સ્તર સુધી લઈ જવાનો છે.’
ગુજરાતીઓ તેમના ‘પ્રવાસના શોખ’ માટે પ્રખ્યાત છે અને તેમની ‘નવરાત્રી’ ઊજવણીની સરખામણી થઈ શકે તેમ નથી. આ અભિયાન વિશ્વ જોવાની ઈચ્છા પૂરી કરવાની તક આપવા સાથે રાજ્યના સૌથી મોટા તહેવારની ઊજવણી કરે છે.
ગુજરાત સાથે પાન વિલાસે દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ‘શોખ સે દુનિયા ઘુમો’ની થીમ સાથે આ અભિયાન શરૂ કર્યું છે, જે દશેરા અભિયાન સાથે એકીકૃત ઓફર છે. ઓડિશામાં દુર્ગા પૂજાના તહેવારની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતાં આ અભિયાનને દુર્ગા પૂજાના અભિયાન સાથે એકીકૃત કરાયું છે.