અમદાવાદ :ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ હતી, જેથી અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈને જરૂરિયાત કરતા ૨ ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે હજુ આજે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગઈકાલે સુધી ગુજરાત રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય હતી તેને કારણે વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો હતો. જ્યારે આજે ગુજરાત રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય છે જેમાં સાયક્લોનિક સક્ર્યુલેશન અને ઓફ શોર ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓ અને દક્ષિણના જિલ્લાઓમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યારે આવતીકાલથી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ ૩૫થી ૪૫ કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલ સુધી સૌરાષ્ટ્રના ભાગ ઉપર શિયાળ ઝોનની અસર હતી. પરંતુ આજે ગુજરાતમાં ફક્ત બે સિસ્ટમને કારણે વરસાદની સંભાવના છે જેમાં ઉત્તર પૂર્વીય અરબ સાગરના ભાગોમાં એટલે કે, સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસ સાયક્લોનિક સક્ર્યુલેશન સક્રિય થયું છે જેને કારણે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે તેની સાથે જ ઉત્તરના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેશે અને ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફને કારણે વરસાદ વરસી શકે છે.
Gujarat Giants reveal their jersey for WPL 2025 as they prepare for a historic home debut in Vadodara.
Ahmedabad : With the third season of the Women's Premier League on the horizon, the Gujarat Giants, owned by Adani...
Read more