ભોપાલ : મિઝોરમ અને મધ્યપ્રદેશમાં આજે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. આની સાથે જ મતદાન માટેનો તખ્તો પણ હવે ગોઠવાઈ ગયો છે. આજે બંને જગ્યાઓએ તમામ પાર્ટીઓએ પૂર્ણ તાકાત લગાવી દીધી હતી. મિઝોરમની વાત કરવામાં આવે તો અહીં સાંજે ચાર વાગે પ્રચારનો અંત આવ્યો હતો. હવે બુધવારે મતદાન થશે. મિઝોરમમાં ૭૭૦૩૯૫ લોકો છે. આ રાજ્યમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી આશિષ કુંદરાના કહેવા મુજબ વ્યવસ્થાને લઇને તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે. કોંગ્રેસ પાર્ટી હાલ સત્તામાં છે. ૨૦૦૮ બાદથી મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે.
સતત ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવા ઇચ્છુક છે. ૨૦૧૩ની છેલ્લી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ ૩૪ સીટો જીતી હતી જ્યારે મિઝો નેશનલ ફ્રન્ટે પાંચ અને મિઝોરમ પિપલ્સ કોન્ફરન્સે એક સીટ જીતી હતી. કોંગ્રેસ અને એમએનએફે ૪૦ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ૩૯ સીટો ઉપર ઉમેદવારો ઉતાર્યા છે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં પણ આજે ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશમાં ઝંઝાવતી પ્રચાર કર્યો છે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં હજુ પણ છેલ્લી ઘડીના પ્રયાસ જારી રહે તેમ માનવામાં આવે છે. તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી છે. મધ્યપ્રદેશમાં ૨૩૦ સભ્યોની વિધાનસભા છે અને મિઝોરમમાં ૪૦ સભ્યોની વિધાનસભા માટે એક જ તબક્કામાં બુધવારે મતદાન થશે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોએ પણ પુરતી તાકાત લગાવી છે.
મધ્યપ્રદેશમાં શાસનવિરોધી પરિબળો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામે તકલીફ ઉભી કરી શકે છે. છેલ્લા ત્રણ અવધિથી શિવરાજસિંહ છે આવી સ્થિતિમાં કોંગ્રેસની સ્થિતિ સારી દેખાઈ રહી છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં બુધવારના દિવસે મતદાન થયા બાદ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થશે. આ બંને રાજ્યોમાં ૭મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. રાજસ્થાનમાં ૨૦૦ અને તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો માટે મતદાન થશે. તમામ પાંચ રાજ્યોની મતગણતરીની પ્રક્રિયા ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજાશે. રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીએ આજે ભીલવાડામાં સભા યોજી હતી. મોડેથી તેઓ અન્યત્ર પણ સભા કરનાર છે. રાહુલ ગાંધીએ આજે અજમેર તથા પોખરણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.