ન્યુડ ફોટાઓ બાદ મંદાના કરીમીના વિડિયોની ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇથોડાક સમય પહેલા પોતાના ન્યુડ ફોટાઓના કારણે તમામને હચમચાવી મુકનાર હોટ સ્ટાર મંદાના કરીમીનો હવે એક વિડિયો જારી કરવામાં આવ્યો છે. જે સોશિયલ મિડિયામાં હાલમાં છવાયેલો છે. વિડિયોના કારણે તમામ ચાહકો ઉત્સાહિત છે.

આ વિડિયોમાં તે પોતાના મિત્રોની સાથે ડાન્સ કરતી નજરે પડી રહી છે. સાથે સાથે બ્લેક કલરની બિકિની ટોપ અને શોર્ટસમાં મંદાના કરીમી ડાન્સ કરતી વેળા સિગારેટના કશ લગાવતી નજરે પડી રહી છે. આ વિડિયોને મંદાના કરીમીએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યા બાદ લોકોમાં તેની ચર્ચા જાવા મળી રહી છે. મંદાના કરીમીનો આ અંદાજ લોકોને પસંદ પડી રહ્યો છે. કેટલાક લોકો આને લઇને નારાજ છે. કેટલાક તેને સલાહ આપી રહ્યા છે. લોકોએ મંદાના કરીમીની ટિકા કરી છે. જાહેરમાં સ્મોકિંગ કરતી તે નજરે પડી રહી છે. વિડિયો પોસ્ટ કરવા બદલ કેટલાક લોકો મંદાના કરીમીની ટિકા કરી રહ્યા છે.

ચાહકોનુ કહેવુ છે કે જ્યારે સ્મોકિંગ તે છોડી શકતી નથી તો દુનિયાને ફિટનેસના મંત્ર તે કઇ રીતે આપી શકે છે. કેટલાક યુઝર્સે તો મંદાના કરીમીને સ્મોકિંગ છોડી દેવા માટેની સલાહ આપી છે. ચાહકોનુ કહેવુ છે કે મોટી સંખ્યામાં લોકો તેને ફોલો કરે છે. જેથી સ્મોકિંગની ટેવ છોડી દેવાની જરૂર છે. મંદાના કરીમી હાલમાં સિંગલ લાઇફ ગાળી રહી છે. તે હાલમાં ચર્ચામાં એ વખતે આવી હતી જ્યારે તેના પતિ ગૌરવ ગુપ્તાની સામે સ્થાનિક હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મંદાના કરીમીએ ધર્મ બદલીને ગૌરવ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન ટકી શક્યા નથી. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરવામાં આવે તો મંદાના કરીમી બિગ બોસ મારફતે લોકપ્રિય થઇ હતી. ત્યારબાદ કેટલીક ફિલ્મોમાં પણ ચમકી હતી. જેમાં રોય, ભાગ જાની, ક્યાં કુલ હે હમનો સમાવેશ થાય છે.

Share This Article