ચેન્નાઇ : કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ ડીએમકેના પ્રમુખ કરુણાનિધીની તબિયત હાલમાં એકદમ ગંભીર બનેલી છે. તબીબોના કહેવા મુજબ આગામી ૨૪ કલાક તેમના માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. તબીબોની ટીમ તેમની સ્થિતી પર નજર રાખી રહી છે. બાજુ ગઇકાલ રાતથી જ તેમની હાલત ખરાબ ખરાબ થયા બાદથી તેમના સમર્થકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.
હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. ડીએમકેના તમામ ટોપના નેતાઓ અને કાર્યકરો ચિંતાતુર દેખાઇ રહ્યા છે. ગઇકાલે મોડી રાત્રે કાવેરી હોસ્પિટલ તરફથી જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે, કરુણાનિધીની મેડિકલ કન્ડીશનમાં ઘટાડો થયો છે. ૨૯મી જુલાઈથી કાવેરી હોસ્પિટલના આઈસીયુમાં તેમને રાખવામાં આવ્યા છે. કરુણાનિધી પાંચ વખત તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
હોસ્પિટલના કારોબારી નિર્દેશક અરવિંદન સેલ્વરાજે આજે કહ્યું હતું કે, વધતી વયે સંબંધિત તકલીફોને ધ્યાનમાં લઇને તેમના શરીરના અંગ કામ કરી રહ્યા છે. આ શરીરના અંગનો જારી રાખવાનું કામ પડકારરુપ બની ગયું છે. સારવારની અસર ઉપર નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રીની તબિયત ખરાબ થતાંની સાથે જ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. તમિળનાડુ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષે બહાર આવીને કહ્યું હતું કે, કરુણાનિધીની સ્થિતિ બગડી છે પરંતુ તબીબો સારવાર કરી રહ્યા છે. અમે તેમની તબિયતમાં સુધારો થાય તેવી આશા રાખી રહ્યા છે. બીજી બાજુ હોસ્પિટલની બહાર હજારો લોકો જમા થઇ ચુક્યા છે. દરમિયાન કરૂણાનિધિના પત્ની દયાલુ અમલ પણ મોડી સાંજે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. કરુણાનિધીના પુત્રી કાનીમોઝી પણ ભારે ચિંતિત દેખાઇ રહ્યા છે.