હાલમાં કોઇની સાથે પ્રેમમાં હોવાનો જેક્લીનનો ઇન્કાર

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : ખુબસુરત જેક્લીને ખુલાસો કરતા કહ્યુ છે કે તે હાલમાં બિલકુલ એકલી છે.  કોઇના પણ પ્રેમમાં નથી. જેક્લીને બોલિવુડ સ્ટાર અર્જુન કપુર સાથે પ્રેમમાં હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે તે સિંગલ હોવાની હાલમાં મજા માણી રહી છે. જેક્લીન છેલ્લે રેસ-૩ ફિલ્મમાં નજરે પડી હતી. હવે તે ટોપ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે.  સલમાન ખાનની મોટી  ફિલ્મમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. તે બે વખત સલમાન સાથે હવે નજરે પડી ચુકી છે. પ્રેમ પ્રકરણ મામલે  જેક્લીને ખુલાસો કરતાની સાથે જ આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. જેકલીન હાલમાં ટોપ સ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે.

તેની તમામ ફિલ્મો સારી કમાણી કરી રહી છે. ડેવિડ ધવનની જુડવા-૨ ફિલ્મ પણ તેની સુપર હિટ સાબિત થઇ હતી. જેમાં વરૂણ ધવનની સાથે તેની ભૂમિકા હતી. જેકલીને કહ્યુ છે કે એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડના ગોસિપ્સ વર્લ્ડ સાથે ખુબ જુના સંબંધ રહ્યા છે. જેક્લીને કહ્યુ છે કે તે સિંગલ છે. તેનુ કહેવુ છે કે ક્યારે પણ કોઇનુ નામ કોઇની સાથે જાડી દેવામાં આવે છે. જ્યારે કેટલીક વખત તો સંબંધ ન હોવા છતાં બ્રેક અપની સ્થિતી દર્શાવી દેવામાં આવે છે.જેક્લીન પાસે હાલમાં કેટલાક મોટા બજેટની  ફિલ્મો છે. તેનુ કહેવુ છે કે તે ઉતાવળમાં કોઇ ફિલ્મો કરવા માટે ઇચ્છુક નથી. પસંદગીની ફિલ્મો કરી રહ છે.

નવી નવી અભિનેત્રી વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા અંગે તે બિલકુલ પરેશાન નથી. તેને બોલીવુડમાં હોટ અને ખુબસુરત સ્ટાર તરીકે ગણવામાં આવે છે. જેક્લીન પોતાની બોલીવુડ કેરિયરને લઇને ભારે આશાવાદી બનેલી છે.

Share This Article