અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન્સની આગેવાનીમાં છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ 2024નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ 07 સપ્ટેમ્બર થી 2024 થી 25 ડિસેમ્બર 2024 દરમિયાન ગુજરાતભરના 49 થી વધુ નામાંકિત જવેલર્સના સહકારથી યોજાઈ રહ્યું છે. આ ઉત્સવમાં 9999 થી વધુ પ્રોત્સાહક ભેટોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને માત્ર ₹10,000 અથવા તે વધુની ઝવેલરીની ખરીદી પર વિશિષ્ટ ભેટો અને મહાકિમતી લકી ડ્રોની તક આપવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાઓ કે ગુજરાત એક વ્યાવસાયિક ઉદ્યાન બને એ હેતુ ને પણ ગતિ આપવામાં સહયોગી બનસે એવી ધારણા છે. વ્યાવસાયિક મંદી પછી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ દ્વારા જવેલર્સ વ્યાવસાયમાં ફરી એક નવી ઉર્જા સ્થાપિત થઈ છે, જેના દ્વારા આ યોજનામાં જોડાયેલ જવેલર્સોનો વેપાર ૩૦૦ કરોડથી પણ વધારે થયો છે. તેમજ ગ્રાહકોને પણ આ ઉત્સવ દ્વારા માત્ર જવેલરી જ નહિ પરંતુ ઝવેરાત સાથે કોઈ હજારો પ્રોત્સાહિત ભેટનો લાભ મળવાપાત્ર બન્યો છે. શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, આ ઉત્સવ પાછળનો મુખ્ય હેતુ જવેલર્સમાં સંગઠનની ભાવના ઊભી કરવાનો અને તેમના વ્યાવસાયમાં અદ્ભુત તકો આપવા માટે સક્ષમ એવા જૂથની રચના કરવાનો હતો. હેડવે બિઝનેસ સોલ્યુશન્સ હંમેશા જવેલરી ઈન્ડસ્ટ્રીઝના વિકાસને એ રીતે પ્રોત્સાહિત કરે છે કે દરેક જવેલર્સ પ્રતિસ્પર્ધી તરીકે નહીં પણ ભાઈચારા સાથે વ્યવસાય કરે અને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એ આ સંગઠન નું ઉત્તમ ઉદાહરણ છે. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવના માધ્યમ દ્વારા જવેલર્સ અને ગ્રાહકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જવેલર્સ અને ગ્રાહકો બંને માટે લાભદાયી છે. આ ઉત્સવ ગુજરાતના અગ્રણીઓની આગેવાની હેઠળ જન મેદનીની હાજરીમાં ડ્રો દ્વારા પ્રોત્સાહિત ભેટ જાહેર કરવામાં આવી હતી. આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં ગજરાત રાજ્યના અનેક નગરોના સુવર્ણકાર રીટેલ અને હોલસેલ વેપારીઓ જોડાયા હતા.