અમદાવાદ : આઇઆઇએમ, અમદાવાદ ખાતે એચડીએફસી બેંકની ડીજીટલ ઇનોવેશન સમીટનો પ્રાંરભ થયો હતો. જેમાં વાપી, સુરત, વડોદરા, અમદાવાદ તથા ઈઝરાયેલ અને પોલેન્ડના સાહસિકોએ ભાગ લીધો હતો. સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન્સ માટે ખૂબ જ મહત્વના એવા સમીટમાં ગુજરાતના ફીનટેક ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ- ડીજીટલ બેંકીંગ, શ્રી નીતિન ચુઘના હસ્તે આ ડીજીટલ ઇનોવેશન સમીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ- ડીજીટલ બેંકીંગ, શ્રી નીતિન ચુઘે જણાવ્યું હતું કે, એચડીએફસી બેંકના ગુજરાતમાં ડીજીટલ ઈનોવેશન સમીટ એ સ્ટાર્ટ-અપ્સ માટે તેમના ઈનોવેશન્સ દર્શાવવાનું પ્લેટફોર્મ છે અને તેનો ઉદ્દેશ બેંકના હવે પછીના વિકાસના તબક્કાને વેગ આપવાનો છે. સેન્ટર ફોર ઈનોવેશન, ઈનક્યુબેશન એન્ડ આંત્રપ્રિનિયોર્શીપ (સીઆઈઆઈઈ), આઈઆઈએમ, અમદાવાદ ખાતે યોજાયેલ આ સમીટમાં એચડીએફસી બેંકના ટોચના મેનેજમેન્ટ, સીઆઈઆઈઈના પ્રતિનિધિઓ અને ૯૧સ્પ્રીંગબોર્ડની બનેલી જ્યુરીએ ૧૫૧ અરજીમાંથી ૨૪ સ્ટાર્ટ-અપ્સ શોર્ટલીસ્ટ કર્યા છે.
જ્યુરીએ પસંદ કરેલા ૩ વિજેતાઓને એચડીએફસી બેંકમાં પોતાનાં સોલ્યુશન્સ લાગુ કરવાની તક મળશે. બેંક નિર્ધાિરત કરાયેલા સ્ટાર્ટ-અપ્સને, ગ્રાહકો માટે સજ્જ પ્રોડક્ટ તૈયાર કરવામાં સહાય કરશે. તે પોતાના ડોમેઈનની નિપુણતાનો ઉપયોગ કરીને સ્ટાર્ટ-અપનું ગ્રાહક અનુભવ અંગે મેન્ટરીંગ કરશે. અન્ય ડોમેઈનની તુલનામાં બજાર સુધી પહોંચવાનો સમય અને ખર્ચ ઘટાડશે. આથી ઉદ્યોગસાહસિકોને પોતાના આઈડિયાઝ રિયલ વર્લ્ડ સમક્ષ ચકાસવા માટે બેંકનું પ્લેટફોર્મ અને નિષ્ણાંતોની સૂઝ પ્રાપ્ત થશે. એકંદરે ૧૫૦ ઉદ્યોગસાહસિકોએ આ સમીટમાં ભાગ લેવા માટે અરજી કરી હતી. તેમના ઈનોવેશન્સ આર્ટિિફશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિંગ (એમએલ), એનાલિટીક્સ અને રોબોટિક પ્રોસેસ ઓટોમેશન વગેરે ક્ષેત્રમાં હતા. આ આઇડિયાઝનું મૂલ્યાંકન કરીને અનોખાપણું, બિઝનેસની ક્ષમતા, ઉપયોગલક્ષિતા અને વ્યાપ વધારવાની ક્ષમતા અને એચડીએફસી બેંકના બિઝનેસ અને ટેકનોલોજી પ્લેટફોર્મ સાથે સુસંગતતા સહિતના માપદંડોને આધારે જ્યુરીએ તેને શોર્ટલીસ્ટ કર્યા હતા.
એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ- ડીજીટલ બેંકીંગ, શ્રી નીતિન ચુઘે વધુમાં ઉમેર્યું કે, ડીઆઈએસ એ સ્ટાર્ટઅપ્સ અને એચડીએફસી બેંકના ગ્રાહકલક્ષી વલણથી માંડીને પરિવર્તનકારી ટેકનોલોજીસનો સમન્વય છે. ગુજરાતમાં ડીજીટલ ઈનોવેશન સમીટ યોજવાનો હેતુ વિશ્વના અદ્યતન ટેકનોલોજીકલ સોલ્યુશન્સ તેમની સમક્ષ મૂકવાનો છે. અમને ગૌરવ છે કે આ સમીટમાં ભાગ લેવા માટે ૧૫૦ કંપનીઓએ રસ દાખવ્યો હતો. આ સમીટમાં આઈઆઈએમ,અમદાવાદ ખાતેની બેંકની પાર્ટનર સેન્ટર ફોર ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને આંત્રપ્રિનિયોર્શીપ (સીઆઈઆઈઈ) બેંકને તેના ઈન્ક્યુબેશન અને આંત્રપ્રિનિયોર્શીપ સેલ માટે પાયાના તબક્કામાં હોય તેવા સક્ષમ ફીનટેક આઈડિયાઝ પસંદ કરવામાં સહાય કરશે. પાયાના સ્તરે કામ કરતી ૯૧સ્પ્રીંગબોર્ડ સમીટના બેંકના પાર્ટનર તરીકે પ્રારંભિક તબક્કામાં રહેલા આશાસ્પદ સ્ટાર્ટ-અપ્સને પારખીને તેમને પરિવર્તનકારી તબક્કામાં લઈ જશે.
બેંકે પણ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સાથે હાથ મિલાવીને પોતાના ઓનલાઈન પ્લેટફોર્મને ફીનટેક ક્ષેત્ર સુધી પહોંચાડવાનો લાભ આપવાનો અને ઈનોવેટીવ આઈડિયા પ્રાપ્ત કરીને સક્ષમ એપ્લિકેશન અને તેના અમલ શરૂ કર્યો છે. અમદાવાદ એવું પ્રથમ શહેર છે કે જ્યાં ડીજીટલ ઈનોવેશન સમીટ યોજાઈ છે. મોબાઈલ બેંકીંગ, કસ્ટમર એક્સપિરીયન્સ, સાયબર સિક્યોરિટી, સોશ્યલ બેંકીંગ, પેમેન્ટસ, બ્રાન્ચ ઓટોમેશન અને સંચાલનની કાર્યક્ષમતા જેવા ક્ષેત્રોમાં ઈનોવેટીવ આઈડિયાઝનો અમલ કરવામાં આવશે.