રોમેન્ટિક ફોટોશુટ કરાવ્યું, શિક્ષિકાએ કહ્યું, છાત્ર સાથે માતા અને દીકરા જેવો સંબંધ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

કર્ણાટકની એક સરકારી સ્કૂલના શિક્ષિકાનું વિદ્યાર્થી સાથે પ્રેમ પ્રકરણ , તસ્વીરો વાયરલ થઇ

photoshoot 2


ચિક્કબલ્લાપુર
: કર્ણાટકની એક સરકારી સ્કૂલના શિક્ષકે એક વિદ્યાર્થી સાથે એવુ રોમેન્ટિક ફોટોશુટ કરાવ્યું કે, વાયરલ થઈ ગયું છે. તસવીરમાં શિક્ષિકા અને વિદ્યાર્થી બંને એકબીજાને કિસ કરતા દેખાઈ રહ્યાં છે. હાલ આ તસવીરની ચારેતરફથી આલોચના થઈ રહી છે. વાલીઓએ આ શિક્ષિકા પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આ કેસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે. ત્યારે આ શિક્ષિકાને રાતોરાત સસ્પેન્ડ કરી દેવાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કિસ્સો કર્ણાટકના ચિક્કબલ્લાપુર જિલ્લાના મુરુગમલ્લા ગામની શાળાનો છે. જેમાં માહિતી સામે આવી કે, આ શિક્ષિકા હાઈસ્કૂલની હેડ ટીચર છે. અધિકારીઓએ તેની ફોટોશૂટ અંગે પૂછપરછ કરી હતી. ત્યારે તેણે કહ્યું કે, એ વિદ્યાર્થી સાથે તેનો માતા અને દીકરા જેવો સંબંધ છે. તેણે એ પણ જણાવ્યું કે, આ તસવીરો પ્રાઈવેટ હતી, અને જે કેવી રીતે લીક થઈ તે તેને ખબર નથી. ફોટોશૂટ રાતોરાત વાયરલ થતા વાલીઓ ગુસ્સે ભરાયા હતા. જેના બાદ આ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ મહિલાને સ્કૂલમાં પૂછપરછ માટે બોલાવાઈ હતી. જેમાં તેણે મીડિયા સાથે કોઈ પણ વાત કરી ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થી ૨૨ થી ૨૫ ડિસેમ્બર સુધી એક ટુર પર ગયા હતા, તે દમરિયાન એક અન્ય વિદ્યાર્થીએ આ તસવીરો ક્લિક કરાઈ હતી. તસવીરો વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યા હતા. તેઓએ શિક્ષકની સાથે સાથે વિદ્યાર્થી પર પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. એક યુઝરે લખ્યું અને સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા કે, મને લાગે છે કે શિક્ષિકાને કડકમાં કડક સજા થવી જાેઈએ. તો કોઈએ લખ્યું કે, બંને એડલ્ટ છે તો શું સમસ્યા છે.

Share This Article