રાજ્યમાં ૨૩ એપ્રિલના રોજ ગુજકેટ પરીક્ષા યોજાશે

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા H.S.C. વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ પરીક્ષા ૨૩ એપ્રિલે સોમવારના રોજ સવારના ૧૦.૦૦ થી ૧૬.૦૦ કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાનાર છે.

ગુજકેટ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ૨૩ માર્ચથી  ૭ એપ્રિલ, ૨૦૧૮ દરમિયાન ઓનલાઇન થઇ શકશે. આ માટેની માહિતી પુસ્તિકા અને પીન નંબર (User ID- password) રાજ્યભરમાં નક્કી કરાયેલ ૪૨ વિતરણ કેન્દ્રો પરથી ૨૩ એપ્રિલથી રોજ ઉમેદવાર દીઠ પરીક્ષા ફી રૂા. ૩૦૦/-નો રાષ્ટ્રીયકૃત બેન્કનો અમદાવાદ ખાતે ચૂકવવા પાત્ર સચિવશ્રી ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ સેલ, ગાંધીનગરના નામનો ડી.ડી. આપવાથી મળી શકશે.

માહિતી પુસ્તિકા અને વિતરણ કેન્દ્રોની યાદી બોર્ડની વેબસાઇટ www.gseb.org  ઉપર મૂકવામાં આવી છે.

Share This Article