પર્યાવરણ પ્રત્યે જાગૃત અને પર્યાવરણના અનુકૂળ વાતાવરણને વધુ સારું બનાવવા માટે સમાજે પર્યાવરણના રક્ષણને પ્રાથમિકતા આપતા સામાજિક જવાબદારીનું પાલન કરવું જોઈએ અને કુદરતી અને માનવ પ્રણાલીઓને ગતિશીલ સંતુલનમાં રાખવું જોઈએ.
પર્યાવરણ સૌને ખૂબ વધારે પ્રભાવિત કરે છે કે જીવન કેવી રીતે વિકસિત થાય છે. એટલુ જ નહિ આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા લાવવા તેમજ સમર્થન આપવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રોજેક્ટ સાથે વ્યાપાર જગતનો ઉદ્દેશ્ય કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે અને પર્યાવરણીય સુધારણામાં યોગદાન આપનાર અને હજુ પણ તે તરફ કામ કરી રહેલા લોકોને ઓળખવાનો છે. પર્યાવરણ, આબોહવા અને કચરાપેટીને લગતી ચિંતાઓ વિશ્વવ્યાપી સમસ્યા બની ગઈ છે અને આપણે તેને તમામ પાસાઓથી અને શક્ય તેટલી બધી રીતે સંબોધિત કરવી જોઈએ.
આ મીટમાં વક્તાઓ જેમકે મધુ મેનન, લોકેન્દ્ર બાલાસરિયા, ડૉ. ગીતિકા સલુજા, મહેશ પંડ્યા, મુકેશ ભાટી, FIA પ્રમુખ કાંતિભાઈ પટેલ, ચેરમેન કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા નિરજ શાહ, ડો. ક્રિષ્ના આર્ય, ડો. રુત્વિજ પટેલ, ગોવિંદભાઈ પટેલની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રીનપ્રેન્યોર નેશનલ મીટ 2022નું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ ગ્રીન એન્ટરપ્રેન્યોર્સ, ઇકો માઇન્ડેડ ગ્રીન, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ક્લાઈમેટ ફ્રેન્ડલી બિઝનેસ ઓનર્સ અથવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અથવા પ્રોજેક્ટવર્ડ લીડર્સને એવોર્ડ અને મીડિયા કવરેજની સાથે પ્રોત્સાહન આપવાનો હતો. કેમ કે આનાથી ભવિષ્યમાં આ ક્ષેત્રમાં સહયોગ અને નેટવર્કને મજબૂત કરવામાં મદદ મળશે.
ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ્સ :-
200+ પ્રતિનિધિઓ, રોકાણકારો અને મીડિયાની સામે 50થી વધુ ગ્રીનપ્રેન્યોર એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરતા આ મહત્વપૂર્ણ અવસરે પર ભારતભરના 500થી વધુ પર્યાવરણ પ્રત્યે જાગૃત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.
ગ્રીન એન્ટરપ્રિન્યોર, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ક્લાઈમેટ ફ્રેન્ડલી બિઝનેસ ઓનર્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અથવા પ્રોજેક્ટ લીડર્સ જેવા ઘણા પ્રભાવશાળી લોકો પર્યાવરણની સુરક્ષા માટે વાત કરી રહ્યા છે અને કામ કરી રહ્યા છે.
આબોહવા પરિવર્તન અને પર્યાવરણ બગડવાને કારણે માનવીઓ, પ્રાણીઓ અને જીવસૃષ્ટિની આજીવિકા જોખમમાં છે. આ સૌથી મહત્વપૂર્ણ કામ માટે એક સમારોહનું આયોજન કરીને આ ગ્રીનપ્રેન્યોર્સને તેમના ઉતૃષ્ક કામ માટે સન્માનિત કરવાના હતા