નવીદિલ્હી : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. તે દરમિયાન ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝાના આતંકવાદીઓએ હજુ પણ ૧૩૮ લોકોને બંધક બનાવ્યા છે. અગાઉ, ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે ૧૩૭ બંધકો હજુ પણ ગાઝા પટ્ટીની અંદર છે અને તેમાં ૨૦ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલે હવે ગાઝાના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલા ૧૩૮ લોકોની ગણતરી કરી છે. આ યાદીમાં એક વ્યક્તિ ઉમેરવામાં આવી હતી, જેને અગાઉ હમાસના ઑક્ટોબર ૭ના હુમલા પછી ગુમ ગણવામાં આવ્યો હતો.. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઑફિસે અપડેટ કરેલા નંબરો બહાર પાડ્યા છે, પરંતુ ૧૩૮માં બંધકની પુષ્ટિ વિશે અથવા ઇઝરાયેલી અધિકારીઓએ તેમની સ્થિતિ કેવી રીતે ચકાસવામાં કરી તે વિશે કોઈ માહિતી આપી નથી. પહેલા ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે ૧૩૭ બંધકો હજુ પણ ગાઝા પટ્ટીની અંદર છે અને તેમાં ૨૦ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અધિકારીઓનું કહેવું છે કે ૭ ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદ પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ લગભગ ૨૪૦ લોકોને (ઇઝરાયેલ અને વિદેશી બંને)ને પકડી લીધા હતા. આ હુમલામાં ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા.. આ હુમલા પછી, ઇઝરાયલે ગાઝાને નિયંત્રિત કરતા ઇસ્લામિક જૂથ હમાસને ખતમ કરવાના હેતુથી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે અને ૨૭ ઓક્ટોબરથી પેલેસ્ટિનિયન પ્રદેશમાં જમીન સૈનિકો મોકલ્યા છે. હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં ભયાનક હિંસામાં લગભગ ૧૬,૦૦૦ લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે નવેમ્બરના અંતમાં શરૂ થયેલા સાત દિવસના યુદ્ધવિરામમાં ગાઝામાં ૧૦૫ બંધકોને કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી ૮૦ બંધકોને ઈઝરાયેલની જેલમાં બંધ ૨૪૦ પેલેસ્ટાઈન કેદીઓના બદલામાં મુક્ત કરવામાં આવ્યા હતા. યુદ્ધવિરામ પહેલા, પાંચ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી એકને ઇઝરાયેલની કાર્યવાહીમાં બચાવી લેવામાં આવ્યો હતો.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more