કાર્ડિફ : વર્લ્ડ કપની રોમાંચકતા અકબંધ બનેલી છે. હવે આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડની ટીમ કાર્ડિફમાં બાંગ્લાદેશની સામે ટકરાશે. ઇંગ્લેન્ડે તેની વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓવલ ખાતે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. જો કે તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે જારદાર દેખાવ કર્યો હોવા છતાં તેની જ લાપરવાહીના કારણે સહેજમાં હાર થઇ હતી. હવે વર્લ્ડ કપમાં સૌથી ફેવરીટ ગણાતી ઇંગ્લેન્ડની ટીમ આવતીકાલે જીતના ટ્રેક પર પરત ફરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. વર્તમાન વર્લ્ડ કપમાં આ ટીમ સૌથી શક્તિશાળી દેખાઇ રહી છે. ટીમમાં તમામ ખેલાડી ફોર્મમાં છે. જેમાં રોય, રૂટ, બટલર અને બેન સ્ટોક્સનો સમાવેશ થાય છે. કેપ્ટન મોર્ગન પણ ધરખમ ખેલાડી છે. બીજી બાજુ આફ્રિકા જેવી ટીમ પર જીત મેળવી લીધા બાદ બાંગ્લાદેશનો જુસ્સો આસમાન પર છે. બાંગ્લાદેશની ટીમ સૌથી લડાયક ટીમો પૈકીની એક તરીકે છે.
તેમાં અનેક વર્લ્ડ સ્તરના ખેલાડી છે. જે કોઇ પણ ટીમને પરાજિત કરવાની ક્ષમતા ધરાવે છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.
૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇÂન્ડઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. કાર્ડિફ ખાતે રમાનારી મેચને લઇને સ્થાનિક ઇંગ્લેન્ડના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ હાલમાં સૌથી મજબુત અને સંતુલિત ટીમ દેખાઇ રહી છે. જેની સાબિતી પણ દરેક મેચમાં મળી છે. તમામ ખેલાડી જારદાર ફોર્મમાં છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), જાસ બટલર, મોઇન અલી, આર્ચર, બેરશો, લિયામ ડોસન, પ્લેન્કેટ, આદિલ રશીદ, રુટ, રોય, બેન સ્ટોક, વિન્સ, વોક્સ અને માર્ક વુડ
બાંગ્લાદેશ : મોર્તજા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોનદાસ, મહેમુદુલ્લા, મહેદી હસન, મોહમ્મદ મિથુન, સેફુદીન, મોસાડેક હુસેન, રહીમ, રહેમાન, રૂબેલ હુસૈન, શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન, સોમ્યા સરકાર, તામીમ.