ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ચૂંટણી પંચ દ્વારા ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી છે. ત્રિપુરામાં ૧૮ ફેબ્રુઆરી અને મેધાલય તથા નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.

ત્રણેય રાજ્યોમાં પોલિંગ બૂથની સંખ્યા જોઇએ તો મેધાલયમાં ૩૦૮૨, નાગાલેન્ડમાં ૨૧૮૭ અને ત્રિપુરામાં ૩૨૧૪ પોલિંગ બૂથ ખાતે મતદાન કરવામાં આવશે.

ત્રણેય રાજ્યોમાં ૬૦-૬૦ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં મત ગણતરી ૩ માર્ચના રોજ કરવામાં આવશે. આ ત્રણેય રાજ્યોમાં ઇવીએમની સાથે વીવીપેટનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેમાં નોટાનો વિકલ્પ પણ હશે.

Share This Article