બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સોશિયલ મીડિયા ખૂબ જ સક્રિય છે. તે પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તે અવારનવાર પોતાનું બોલ્ડ ફિગ ફ્લોન્ટ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. ત્યારે વધુમાં દિશા પટણીએ ફરી તેના લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. (Image-Instagram@dishapatani)દિશા પટણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. તેણે પોતાના બોલ્ડ અંદાજથી ફરીથી લોકોનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર હાલ દિશા પટણીના આ લેટેસ્ટ ફોટો ઘણા વાયરલ થઈ રહ્યા છે. (Image-Instagram@dishapatani)કેમેરાની સામે પોતાની સુંદરતા દેખાડીને દિશા પટણીએ ફરી યુવાનોને ઘાયલ કરી દીધા છે. તેના ફેન્સને તેનું આ લેટેસ્ટ ફોટોશૂટ ઘણું પસંદ આવ્યું છે. (Image-Instagram@dishapatani)દિશા પટણીએ વ્હાઈટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં સુંદરતા જોઈને યુઝર્સે તેની તસવીરોને પસંદ કરી રહ્યાં છે. જોકે અગાઉ પણ આ રીતે દિશા પટણી તેના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી હતી. (Image-Instagram@dishapatani)દિશા પટણીના ફેન્સ તેની આ તસવીરોને લાઈક તો કરી રહ્યા છે. સાથે જ કોમેન્ટમાં તેની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. સાથે જ કેટલાક યુઝરે તેને ટ્રોલ પણ કરી છે. એક યુઝરે દિશા પટણીની આ તસવીરો પર કોમેન્ટ કરી કે આ તો મૌની રોયની ડ્રેસ છે. તો અન્ય એક યુઝરે બ્યુટી મોમબત્તી કહીને તેના વખાણ પણ કર્યા છે.(Image-Instagram@dishapatani)આપને જણાવી દઈએ કે દિશા પટણી અને મૌની રોય વચ્ચે ઘણી સારી બોન્ડિંગ છે. આ બંન્ને હસીનાઓ ઘણીવાર વેકેશન પર સાથે જોવા મળતી હોય છે. તેમજ એકબીજા સાથે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો પણ શેર કરતા હોય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી છેલ્લે સાઉથની ફિલ્મ કંગુવામાં જોવા મળી હતી. જોકે તેની અપકમિંગ ફિલ્મોને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. (Image-Instagram@dishapatani)