WATCHO એક્સક્લુઝીવ પર ક્રાઇમ થ્રીલર સિરીઝ “એક્સપ્લોઝીવ” નું પ્રીમિયર

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

ભારતની અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન કંપની – ડીશ ટીવી ઇન્ડિયા લિમિટેડના નેતૃત્વ હેઠળ સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા OTT પ્લેટફોર્મ પૈકીના એક WATCHO દ્વારા આજે ઓરિજનલ ક્રાઇમ થ્રીલર સિરીઝ ‘એક્સપ્લોઝીવ’ ના પ્રીમિયરની જાહેરાત કરવામાં આવી છે. આ શોની રસપ્રદ કહાની અને આકર્ષક પાત્રો તેને રહસ્ય, સસ્પેન્સ, ડ્રામા અને ઉત્તેજનાનું આદર્શ મિશ્રણ બનાવે છે જે ક્રાઇમ થ્રીલર પ્રકારનું કન્ટેન્ટ જોવાનું પસંદ કરતા ચાહકોને ખૂબ જ આકર્ષિત કરશે.

મુંબઇની ગલીઓમાં સેટ કરેલી “એક્સપ્લોઝીવ” સિરીઝ એ પાત્ર દ્વારા સંચાલિત ક્રાઇમ થ્રીલર છે જેમાં એક અણધાર્યો છતાં સંયોગી અંત જોવા મળે છે. તેની સ્ટોરી કિરણ નામની છોકરીની આસપાસમાં રચાયેલી છે જે ભૂલથી નીરવ નામના આતંકવાદી દ્વારા ચલાવવામાં આવેલી વિસ્ફોટકોથી ભરેલી કારમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ સિરીઝમાં કિરણ અને પોલીસની ભૂમિકા જોવા મળે છે કારણ કે તેઓ શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોને રોકવાનો પ્રયાસ કરે છે. પોલીસ બે આતંકવાદીઓને પકડવામાં સફળ રહે છે, જ્યારે ત્રીજાના ભાવિની કંઈ જ ખબર નથી. શું છોકરી શહેર અને લાખો લોકોના જીવ બચાવી શકશે? જાણવા માટે, દર્શકો WATCHO એક્સક્લુઝીવ્સમાં ટ્યુન કરી શકે છે.

આ સિરીઝનું નિર્માણ તનિષ્ક રાજ અને જાગૃતિ રાજપૂતના નેતૃત્વ હેઠળ રુદ્રાક્ષનમ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. શૌર્યસિંહે કુશળતાપૂર્વક ખૂબ જ ચુસ્ત રીતે લખાયેલી સ્ટોરીનું દિગ્દર્શન કર્યું છે, જ્યારે અવનિન્દર કુશવાહએ દિલ ધ્રૂજાવી દે તેવું બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું છે જે સ્ટોરીને સંપૂર્ણ બનાવે છે. નિબેદિતા પૌલ, મનમોહન તિવારી અને સચિન વર્માએ અનુક્રમે કિરણ, નીરવ અને ઇન્સ્પેક્ટર તેજસની ભૂમિકામાં જીવંત પરફોર્મન્સ આપ્યું છે.

આ સિરીઝના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતા, ડીશ ટીવી એન્ડ WARCHO, ડીશ ટીવી ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ વિભાગના કોર્પોકેટ હેડ શ્રી સુખપ્રીતસિંહે જણાવ્યું હતું કે, “એક્સપ્લોઝીવ એ અદ્ભુત પાત્રો અને અણધાર્યા પ્લોટ સાથેની વાર્તા છે, જે દર્શકોને સ્ક્રીન પર ખેંચી રાખે છે. લેખકે કુશળતાપૂર્વક સ્ટોરીને ઉજાગર કરી છે અને ટ્વિસ્ટથી ભરેલી છે જે વધુ તણાવને જાળવી રાખે છે. વાર્તામાં સિરીઝમાં દરેક પાત્રની ભૂમિકાનો વ્યાપક દૃષ્ટિકોણ પૂરો પાડ્યો છે. અમને અમારા અગાઉના ક્રાઇમ થ્રીલર પર અમારા દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. “એક્સપ્લોઝીવ” સિરીઝમાં પણ અમને આવી જ સફળતા મળશે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ ક્રાઇમ થ્રીલર શૈલીમાં ઉમેરાયેલી આ નવી સિરીઝ WATCHO દ્વારા આપવામાં આવતા કન્ટેન્ટને વધુ મજબૂત બનાવે છે જે અદ્ભુત રીતે વૈવિધ્યસભર છે અને સમગ્ર દેશમાં અમારા ગ્રાહકોને પ્રદાન કરવામાં આવે છે.”

Share This Article