ક્રિકેટર જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશન કેનેરા એચએસબીસી લાઈફ ઇન્શ્યુરન્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં

Rudra
By Rudra 4 Min Read

નવી દિલ્હી : હેતુપ્રેરિત બ્રાન્ડ વાર્તા પર ભાર આપવાના પગલાંમાં કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડે (‘‘કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ’’) રાઈઝ વર્લ્ડવાઈડ દ્વારા ખાસ પ્રતિનિધિત્વ ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને તેની પાર્ટનર, પ્રસિદ્ધ સ્પોર્ટસ પ્રેઝેન્ટર સંજના ગણેશનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતાની સાથે જોડી લીધાં છે. આ ભાગીદારી ‘પ્રોમિસીસ કા પાર્ટનર’ એ બ્રાન્ડની મુખ્ય ફિલોસોફીને જીવંત કરે છે, જે ગ્રાહકોને તેમનાં જીવનનાં લક્ષ્યોનું નિયોજન કરવા, રક્ષણ કરવા અને તે હાંસલ કરવા માટે તેની પડખે ઊભી રહેતી નિર્ભરક્ષમ ભાગીદાર છે.

જસપ્રિત અને સંજનામાં કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સે વિશ્વાસ, જવાબદારી અને કટિબદ્ધતા પર નિર્મિત સમાન પ્રવાસ જોયો છે, જે મૂલ્યો તેમની મેદાન પરની સિદ્ધિઓમાં ઉત્કૃષ્ટતા અને ડોમેન તરીકે જીવન વીમાના હાર્દમાં પણ રહેલાં છે. અસલ જીવનનું આ યુગલ ‘‘પ્રોમિસીસ કા પાર્ટનર’’ની જેમ જ જરૂરી હોય ત્યારે પડખે રહેવાના જોશનું દ્યોતક છે.

કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના, ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર- ઓલ્ટરનેટ ચેનલ્સ, ચીફ માર્કેટિંગ ઓફિસર રિશી માથુરે આ ઘોષણા પર બોલતાં જણાવ્યું હતું કે, “હાર્દમાં જીવન વીમો સારા સમયમાં નહીં હોય ત્યારે જ નહીં પરંતુ તેમના જીવનના દરેક તબક્કામાં તેમની પડખે રહેવાનું વચન છે. કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સમાં અમે જીવનની અનિશ્ચિતતાઓ થકી અમારા ગ્રાહકોના નાણાકીય પ્રવાસમાં વિશ્વસનીય સાથીદાર બની રહેવામાં ગૌરવ અનુભવીએ છીએ. અમારી ‘પ્રોમિસીસ કા પાર્ટનર’ ફિલોસોફી અમારા બધા ગ્રાહકો સાથે અમે કઈ રીતે સહભાગી થઈએ છીએ તે આ કટિબદ્ધતા દર્શાવે છે. જસપ્રિત અને સંજના આ ખૂબીઓના એ રીતે દ્યોતક છે જે સ્વાભાવિક અને પ્રેરણાત્મક પણ લાગે છે. જસપ્રિતની સાતત્યતા અને શાંત સ્થિતિસ્થાપકતા અમારા ગ્રાહકોએ અમારી પર મૂકેલા ભરોસાનો અરીસો છે. સંજના વિશ્વસનીયતા અને જોડાણનો અવાજ તેની સાથે લાવે છે, જે ખૂબીઓ બ્રાન્ડ રીતે કઈ રીતે આદાનપ્રદાન કરવું જોઈએ તેનો પાયો છે. એકત્ર મળીને તેઓ અમારી બ્રાન્ડને અમે સેવા આપીએ તે લોકો સાથે અસલ, સુસંગત અને ઊંડાણથી સુમેળ સાધીને અમારી બ્રાન્ડને જીવંત લાવવામાં મદદ કરે છે.’’

આ ભાગીદારી પર બોલતાં જસપ્રિત બુમરાહ કહે છે, “હું માનું છું કે મેદાન પર કે જીવનમાં- તમે લો તે દરેક વચન જવાબદારી સાથે આવે છે. સંજના અને હું હંમેશાં આગળનું નિયોજન કરવા અને દરેક તબક્કામાં એકબીજાને ટેકો આપવા માટે માનીએ છીએ. આથી જ કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ સાથે ભાગીદારી સ્વાભાવિક અનુકૂળ લાગે છે. તેઓ અસલી ભાગીદારની જેમ જ લોકોને રાહ બતાવવાનું મૂલ્ય સમજે છે.’’

સંજના ગણેશન કહે છે, “મારે માટે ભાગીદાર હોવાનો અર્થ સુવિધાજનક હોય ત્યારે જ નહીં પરંતુ ખરેખર સૌથી વધુ જરૂર હોય ત્યારે નિર્ભર રહેવું તે છે. તે જસપ્રિત અને હું અમારું જીવન કઈ રીતે જીવીએ છીએ તે દર્શાવે છેઃ સંભાળપૂર્વક નિયોજન કરો, એકબીજા પર આધાર રાખો અને આગળ શું આવશે તે માટે તૈયાર રહો. મને વર્તમાન સંજોગોમાં અત્યંત સુસંગત અને અસલ મેસેજ માટે મારો અવાજ આપવાનું ગૌરવજનક લાગે છે.’’

ભારતના સૌથી નિર્ભરક્ષમ એથ્લીટ્સમાંથી એક તરીકે નામના સાથે જસપ્રિત બુમરાહે દબાણ હેઠળ પણ મેચ-વિનર તરીકે માન મેળવ્યું છે. તેની સાતત્યતા એ બાંયધરી દર્શાવે છે કે કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ તેના ગ્રાહકોને સૌથી મહત્ત્વપૂર્ણ શું છે તે બતાવવા પર ભાર આપે છે. સંજના ગણેશન વૈશ્વિક ક્રિકેટિંગ ઈકોસિસ્ટમનો આદરણીય અવાજ હોઈ તેના કામમાં સ્પષ્ટતા, સંતુલન અને મનોહરતા લાવે છે. તેનો પ્રવાસ સાતત્યતા અને હેતુથી ભરચક છે, જે કંપનીના ગ્રાહક સહભાગ પ્રત્યે સમાવેશક અને પારદર્શક અભિગમ સાથે સુમેળ સાધે છે.

એકત્ર મળીને જસપ્રિત અને સંજના આજના ભારતીય યુગલની આકાંક્ષા પ્રદર્શિત કરે છે- સંયુક્ત રીતે નિયોજન કરો, જવાબદારીઓનું આદાનપ્રદાન કરો અને એકત્ર મળીને સંરક્ષિત ભવિષ્ય નિર્માણ કરો. તેમની વાર્તા કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ બ્રાન્ડની ખૂબીઓ પ્રદર્શિત કરે છેઃ જીવનના માઈલસ્ટોન થકી પ્રસ્તુત રહો, લાંબા ગાળાનો આત્મવિશ્વાસ અભિમુખ બનાવો અને આકાંક્ષાઓને રોચક સિદ્ધિઓમાં ફેરવી દો.

બ્રાન્ડ ડિજિટલી નેટિવ મિલેનિયલ્સથી ફેમિલીઝ અને ઊભરતા એફ્લુઅન્ટ દર્શકો સુધી મુખ્ય ગ્રાહક વર્ગોમાં ઊંડા સહભાગના લક્ષ્ય સાથે આ ભાગીદારીમાં મઢેલી શ્રેણીબદ્ધ ઈન્ટીગ્રેટેડ કેમ્પેઈનો અને વાર્તાકથન પ્રેરિત પહેલો ટૂંક સમયમાં જ રજૂ કરશે.

Share This Article