નવી દિલ્હી : નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે બજેટ રજૂ કરતી વેળા તમામને ઘર, વીજળી અને જળ ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. સાથે સાથે રોજગારીની વધુને વધુ તક ઉભી થાય તે માટે પણ વાત કરી હતી. નાણાં પ્રધાને કૃષિ, ગ્રામીણ વિસ્તારો, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના ક્ષેત્રમાં અનેક મોટી જાહેરાત કરી હતી. તમામ વર્ગને રાજી કરવાના ઇરાદા સાથે અનેક જાહેરાત કરવામાં આવી હતી.બજેટ હાઇલાઇટ્સ નીચે મુજબ છે
- ગ્રામીણ રોજગાર માટે સ્ફુર્તિ યોજનાની શરૂઆત
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે રેગ્યુલેટરી સિસ્ટમમાં વધારે સુધારો કરવામાં આવનાર છે જેથી દેશમાં ઉચ્ચ શિક્ષણના માહોલને આંતરરાષ્ટ્રીય સ્તરનુ બનાવી શકાશે
- મોદી સરકારે છેલ્લા ૧૦૦૦ દિવસમાં ૧૩૦થી ૧૩૫ કિમી લાંબા માર્ગો રોજ બનાવાયા
- વડાપ્રધાન ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કામાં ૧.૨૫ લાખ કિમી માર્ગોને આગામી પાંચ વર્ષમાં અપગ્રેડ કરવામાં આવનાર છે
- વડાપ્રધાન આવાસ યોજનાના બીજા તબક્કામાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧-૨૨ના ગાળા દરમિયાન ૧.૯૫ કરોડ આવાસની ફાળવણી કરવાની યોજના અને લક્ષ્ય રખાયુ છે
- ભારતમાં દર વર્ષે ૨૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર છે
- બજેટમાં ઇન્ફ્રાસ્ટકચર સેક્ટર પર ખાસ ભાર મુકવામાં આવ્યો
- બજેટમાં તમામને ઘર, વીજળી અને પાણી મળે તે બાબત પર ભાર મુકવામાં આવ્યો
- મહિલાઓ માટે શ્રેણીબદ્ધ જાહેરાત કરાઇ જે પૈકી લોનની સરળ સુવિધા મળશે
- શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં પણ અનેક યોજના જાહેર કરવામાં આવી
- દેશને શિક્ષણના ક્ષેત્રમાં હબ બનાવવા માટે ખાસ ભાર મુકવામાં આવ્યો
- બીજી ઓક્ટોબર ૨૦૧૯ સુધી ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત બની જશે અને મોદીનુ સપનુ પૂર્ણ કરી દેવામા આવશે
- ૨૫૬ જિલ્લામાં જળ સંચાલન અથવા તો પ્રબંધનની સ્થિતી કમજાર હોવાથી વર્ષ ૨૦૨૪ સુધી તેમાં ઉલ્લેખનીય સુધારો કરાશે
- અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને ૩૦૦૦ રૂપિયાની પેન્શન ૬૦ વર્ષ બાદ આપવામાં આવનાર છે હજુ સુધી સ્કીમમાં ૩૦ લાખ લોકો જોડાઇ ચુક્યા છે
- બીજી ઓક્ટોબરના દિવસે રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનુ ઉદ્ઘાટન કરવામાં આવશે
- ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ૪૦૦ કરોડ રૂપિયાની મદદ કેન્દ્ર સરકાર કરશે. વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટડી ઇન ઇÂન્ડયા પ્રોગ્રામ રહેશે
- સ્વચ્છતા અભિયાન હેઠળ હવે દરેક ગામમાં કચરાના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરાશે
- બીજી ઓક્ટોબર ૨૦૧૪થી લઇને હજુ સુધી ૯.૬ કરોડ ટોઇલેટનુ નિર્માણ કરાયુ
- ગામોથી બજારને જાડનાર માર્ગોને અપગ્રેડ કરવામાં આવનાર છે
- મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે
ગરીબોને જુદી જુદી સુવિધા માટે કેટલીક યોજના જાહેર કરાઇ - જુદા જુદા ક્ષેત્રો માટે ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો
- આ ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યુ. સાથે સાથે ૭૮ મહિલાઓ ચૂંટાઇને આવી છે જે રેકોર્ડ છે
- જીરો બજેટ ફાર્મિગ મારફતે ખેડુતોની આવકને બે ગણી કરવા માટે મદદ કરાશે
- આગામી પાંચ વર્ષમાં ૧૦૦૦૦ નવા કિસાન ઉત્પાદક સંગઠનની રચના કરવામાં આવનાર છે
- છેલ્લા દોઢ વર્ષના ગાળામાં અનાજના ઉત્પાદનમાં નવા રેકોર્ડ સર્જાયા છે
- કોઓપરેટિવ મારફતે ડેરી ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે
- અન્નદાતાને ઉર્જા દાતા બનાવવા માટે અનેક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી
- ઇલેક્ટ્રિક વાહનની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે પગલા
- જે લોકોની આવક વાર્ષિક વધારે છે તેમને વધારે ટેક્સ ચુકવવાની જરૂર પડશે
- સરકારી બેંકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે
- જે લોકો પાસે પાન કાર્ડ નથી તે આધાર કાર્ડનો ઉપયોગ કરીને ટેક્સ ભરી શકશે
- આધાર કાર્ડ હવે દેશના મોટા ભાગના લોકો સુધી પહોંચી ગયા છે
- એક કરોડથી વધારેના બેંકમાંથી રોકડ ઉપાડ પર બે ટકા ટીડીએસ રહેશે
- ૭૦ લાખ નવા રોજગાર ઉપલબ્ધ કરાવવાનુ લક્ષ્ય છે
- ૨૫૦૦૦થી વધારે ફુટફોલ સ્ટેશનો પર સ્કેલેટર્સ લગાવાશે
- ૧૨૦૦૦ વેગન્સ, ૫૧૬૦ કોચ અને ૭૦૦ લોકોમોટિવ્સ બનાવાશે
- હવાઇયાત્રાને વધારે સરળ અને સુગમ બનાવવા માટે પગલા લેવાશે
- એરપોર્ટની સંખ્યાને પાંચ ગણી કરવામાં આવનાર છે
- અમૃત પ્રોગ્રામ હેઠળ ૫૦૦ શહેરોમાં પેયજળની વ્યવસ્થા મજબુત કરાશે
- મુંબઇમાં ૯૦ કિલોમીટર રેલવે પાટા બિછાવાશે
- મુંબઇ રેલવે નેટવર્કના વિકાસ માટે ૧૧૦૦૦ કરોડ અપાશે