મુંબઈ : બોલીવુડની ફેશન ક્વીન કહેવાતી કરીના કપૂર આ દિવસોમાં દોહામાં છે. જ્યાંથી અભિનેત્રીએ પોતાના સ્ટાઈલિશ બોસ લેડી લુકની એક ઝલક શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. કરીના કપૂરે પોતાની સ્ટાઇલિશ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. દોહામાં ઈવેન્ટ દરમ્યાનની આ કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે કિલર પોઝ આપતી જાેવા મળી હતી. તસવીરોમાં કરીના કપૂર આઇસ બ્લુ કલરનો ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ પહેરેલી જાેવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. કરીનાએ ગ્લોસી મેકઅપ, ઓપન હેર સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને એટલી પસંદ આવી રહી છે કે તે અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગી છે. અભિનેત્રીને આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે કેટલાક યુઝર્સ કરીનાને સ્ટનિંગ અને ક્વીન કહી રહ્યા છે.
ઠંડા પવનોને કારણે ધ્રૂજી ઉઠ્યું ગુજરાત, માઉન્ટ આબુમાં બરફ છવાયો, નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર
ગાંધીનગર : ગુજરાતમાં હવે શિયાળાની મોસમ સંપૂર્ણ રીતે છવાઈ ગઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. કેટલાક...
Read more