ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાની દિકરીનાં લગ્ન એક મુસ્લિમ યુવક સાથે થવા જઈ રહ્યા હતા પરંતુ લોકોના દબાણમાં તેમણે મુસ્લિમ યુવક સાથે તેની પુત્રીના લગ્ન રદ કર્યા છે. આમંત્રણ કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિસ્તારમાં વિરોધ થયો હતો, ત્યારબાદ આ લગ્ન રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.ભાજપના નેતા યશપાલ બેનમે જણાવ્યું હતું કે લગ્ન ૨૮ મેના રોજ થવાના હતા. તેમણે કહ્યું, ‘જનપ્રતિનિધિ તરીકે હું નહોતો ઈચ્છતો કે મારી પુત્રીના લગ્ન પોલીસ અને વહીવટીતંત્રના રક્ષણ હેઠળ થાય. હું જનતાની ભાવનાઓનું સન્માન કરું છું
પૌરી ગઢવાલમાં એક મુસ્લિમ વ્યક્તિ સાથે તેમની પુત્રીના લગ્ન શનિવારે વરરાજાના પરિવારની “પરસ્પર સંમતિ” સાથે રદ કરવામાં આવ્યા હતા જ્યારે લગ્નના આમંત્રણની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.અનામિકા અનુસાર, બંનેના પરિવારની સહમતિથી લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલીક બાબતો સામે આવ્યા બાદ તેને રદ્દ કરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું, ‘મારી દીકરીના લગ્ન એક મુસ્લિમ યુવક સાથે થવાના હતા. બાળકોના સુખ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બંને પરિવારોએ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, જેના માટે કાર્ડ પણ પ્રિન્ટ કરીને વહેંચવામાં આવ્યા હતા. પરંતુ લગ્નનું આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લગ્ન સામે વાંધો ઉઠાવતા અનેક પ્રતિક્રિયાઓ સામે આવી છે. ભાજપના નેતાએ કહ્યું, ‘વિવાદ ઊભો થયા પછી, પરસ્પર સંમતિથી, બંને પરિવારોએ હાલમાં લગ્નની વિધિ ન કરવાનો ર્નિણય લીધો. જો કે, તેમણે કહ્યું કે તેમની પુત્રીના લગ્ન અંગેનો ર્નિણય પરિવારજનો, શુભેચ્છકો અને વર પક્ષ સાથે ચર્ચા કરીને લેવામાં આવશે.