હવે વાણી કપુરની બોલબાલા વધી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

વોર ફિલ્મની રેકોર્ડ સફળતા બાદ ચારેબાજુ વાણી કપુરની બોલબાલા હાલમાં દેખાઇ રહી છે. સેક્સી ફિગર અને સ્લીમ બોડીના કારણે વાણી કપુર પહેલા પણ ચર્ચામાં રહી હતી પરંતુ વોર ફિલ્મની રેકોર્ડ સફળતા બાદ આ ગ્લેમર સ્ટારની ચર્ચા ચાહકોમાં સતત જોવા મળી રહી છે. વાણી કપુર હાલમાં વોર ફિલ્મમાં રિતિક રોશનની સાથે નજરે પડી હતી. તેના ઘુંઘરુ સોંગે ચાહકોમાં ભારે ચર્ચા જગાવી હતી. વોર ફિલ્મની સફળતા બાદ તેની કેરિયરમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે. તેની પાસે સારા પ્રોજેક્ટ આવી રહ્યા છે.

રિતિક સાથે ફિલ્મ કરવાની તક મળ્યા બાદ તે હવે નવી ફિલ્મમાં રણબીર કપુર જેવા યુવા પેઢીના સુપરસ્ટાર સાથે નજરે પડનાર છે. વાણી કપુર સોશિયલ મિડિયામાં હમેંશા ચર્ચા જગાવતી રહે છે. તેના સેકસી અને બોલ્ડ ફોટાઓ સતત સોશિયલ મિડિયા પર તે ફેન્સ સાથે શેયર કરે છે. હવે તેના ફોલોઅર્સની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. યશરાજ ફિલ્મ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોમાં ભૂમિકાના કારણે તે વધારે ચર્ચામાં અને લોકપ્રિય રહી છે. વર્ષ ૨૦૧૩માં શુદ્ધ દેશી રોમાન્સમાં તેની બોલિવુડમાં એન્ટ્રી થઇ હતી આ ફિલ્મ મારફતે તે બોલિવુડમાં પ્રવેશ કરી ગયા બાદ તેને વધારે સફળતા મળી ન હતી. આ ગાળા દરમિયાન તે કેટલીક ફિલ્મો કરતી રહી હતી. પ્રથમ ફિલ્મમાં કામ કર્યા બાદ વાણીએ તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તે બેસ્ટ ફિમેલ ડેબ્યુનો એવોર્ડ પણ પોતાની પ્રથમ ફિલ્મ સાથે જીતી ગઇ હતી.

ત્યારબાદ તે રોમેન્ટિક કોમેડી અહા કલ્યાણમ વર્ષ ૨૦૧૪ અને બેફિકરે વર્ષ ૨૦૧૬માં નજરે પડી હતી. ખુબ ઓછા લોકો આ બાબતથી વાકેફ છે કે વાણીના પિતા ફર્નિચર નિકાસ કરનાર એક ઉદ્યોગસાહસિક છે. તેની માતા ટિચરમાંથી માર્કેટિંગ કારોબારી તરીકે છે. દિલ્હીમાં અશોકવિહાર ખાતે આવેલી સ્કુલમાં તે અભ્યાસ કરી ચુકી છે. માતા જય કૌર પબ્લિક સ્કુલમાં તે શિક્ષણ મેળવીને આગળ વધી હતી સત્યારબાદ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી ટ્યુરિઝમમાં બેચલર ડિગ્રી મેળવી ચુકી છે. ત્યારબાદ તે આના કોર્સના ભાગરૂપે જયપુરમાં ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટમાં ઇન્ટર્નશીપ કરવા માટે પહોંચી હતી. આઇટીસી હોટેલ માટે તે કામ કરી ચુકી છે.

ત્યારબાદ તેને મોડલિંગ પ્રોજેક્ટ માટે લોકપ્રિય મોડલ મેનેજમેન્ટ કંપની સાથે કરાર કર્યો હતો. મોડેથી તે ત્રણ ફિલ્મો યશરાજ સાથે સાઇન કરી  ગઇ હતી. વાણીની પસંદગી ઓડિશન મારફતે કરવામાં આવી હતી. એ વખતે શુદ્ધ દેશી રોમાન્સ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ લિવ ઇન રિલેશનશીપ પર આધારિત હતી. તેને પોઝિટીવ ફિડબેક મળી ગયા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

૫૯માં ફિલ્મ ફેરમાં તે બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ જીતી ગઇ હતી. વર્ષ ૨૦૧૯માં તે વોર ફિલ્મમાં નજરે પડી હતી. એક્શન પેક ફિલ્મમાં ટાઇગર અને રિતિક રોશનની ભૂમિકા હતી. આ ફિલ્મ ભારતમાં બોલિવુડ ફિલ્મો માટે ઓપનિંગનો રેકોર્ડ કરી ગઇ હતી. ફિલ્મે વિશ્વભરમાં ૪૫૦ કરોડ રૂપિયાની જંગી કમાણી કરી હતી. વર્ષ ૨૦૧૯ની સૌથી મોટી સફળ ફિલ્મમા તે અભિનેત્રી તરીકે હતી. હવે વાણી પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે. તે સોશિયલ મિડિયા પર તો ફેન્સમાં જોરદાર રીતે છવાયેલી છે.

Share This Article