‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનની અનોખી પહેલ

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ડેવલોપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકો માટે 4 જાન્યુઆરીના રોજ બપોરે 4 થી 6 કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર’ ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી અંદાજીત એવા ૫૦ બાળકોને પતંગ હોટેલમાં લાવી રહ્યા છે, જે ઊંચાઈએ થી અમદાવાદનો નજારો સાથો-સાથ હોટેલની મુલાકાત અને ભોજનના આસ્વાદ પણ માણી શકે.

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં આ અઠવાડિયે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ડેવલોપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે.

Share This Article