સુરતમાં મધરાતે એક શખ્સે શ્વાન પર દુષ્કર્મ આચર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મોબાઈલમાં પોર્ન વિડીયો જાેઈ વિકૃત કૃત્ય કર્યું, સારવાર દરમિયાન ફિમેલ ડોગનું મોત
વીડિયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓ અને પોલીસતંત્ર હરકતમાં આવ્યું
સુરત : સુરત શહેરમાં ત્રણેક દિવસ પહેલા વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. સુરતમાં મધરાતે એક શખ્શે શ્વાન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ આખી ઘટનાનો વીડિયો પણ વાયરલ થતા જીવદયા પ્રેમીઓ અને પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટના બાબતે તપાસ કરતાં આ વીડિયો મોટા વરાછા લજામણી ચોક, અંબિકા પિનેકલ કોમ્પલેક્સનો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યએ ગઇકાલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.મહંતે તાત્કાલિક પીએસઆઈ એચ.એલ.કડછા તથા એ.એસ.આઇ. વી.જી.માલાણીની સાથે ટીમ બનાવી આરોપીને શોધી કાઢવા સૂચના આપી હતી. બનાવ વાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા બનાવવાળી જગ્યાએથી કોઇ અજાણ્યો કાર લઇને જતો જાેવા મળ્યો હતો. આશરે ૮૦ થી વધારે અલગ-અલગ કેમેરાઓ દિવસ રાત ચેક કરાયા હતા. બનાવ સમયે જે વ્યક્તિ કારમાં આવ્યો તે ફોરવ્હીલર ગાડી શોધી કાઢી હતી. પોલીસે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતો વ્યક્તિ શોધી લીધો હતો. આ શખ્શની પૂછપરછ કરતા તેને પોતાનું નામ હરેશભાઇ લાલજીભાઇ વાગડિયા પટેલ ઉ.વ.૩૭, રહે. ઘર નં.એ/૩૪૭ સ્વપ્નવીલા સોસાયટી, કામરેજ તથા મૂળ લિલિયા જિ.અમરેલી નો હોવાનું અને પોતે ઇવેન્ટ પ્લાનર સાથે મંડપ સર્વિસનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોબાઈલમાં ઢગલાબંધ અલગ અલગ પ્રકારના સેક્સ વીડિયો સર્ચ કર્યા હતા. અને આવા વીડિયો જાેઈને જ તેને કૂતરા સાથે પોતાની વિકૃતિ સંતોષી હતી આ અગાઉ ૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ ભુજમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા શ્વાન સાથે અભદ્ર કૃત્ય કરી તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. સારવાર દરમિયાન ફિમેલ ડોગનું મોત થયું છે. આ વિકૃત ઘટના અંગે ભુજ પોલીસ સ્ટેશનમાં IPC sec. 377 & PCA act 11(1)ન્અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

File 02 Page 12 3
Share This Article