તાજેતરમાં ગુજરાતમાં નાનાથી માંડી મોટા સુધી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે રાજકોટમાં ધોરણ-૪માં અભ્યાસ કરતા બાળકને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધો.૪માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઈ ધામેચાનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે પૂર્વાગ ધામેચાને છેલ્લા બે દિવસથી ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જો કે પૂર્વાગને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. જોકે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more