- 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતની માત્ર 1.5 લિટર ઓટોમેટિક એસયુવીમાં વાયરલેસ ચાર્જર મળશે
- ભારતમાં એકમાત્ર મિડ-સાઇઝ ICE SUVમાં હીટેડ ORVMs મળશે
ગુરૂગ્રામ : JSW MG મોટર ઇન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે તેની MY2025 એસ્ટર ‘બ્લોકબસ્ટર એસયુવી’ હવે ભારતની એકમાત્ર 1.5લિ મિડ-સાઇઝની એસયુવી છે, જે 10” ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે અને 12.5 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી ઓછી કિંમતમાં પેનોરેમિક સનરૂફ ઓફર કરે છે. JSW MG મોટર ઇન્ડિયા એસ્ટરની સમગ્ર વેરિઅન્ટ લાઇનઅપમાં એક ધોરણ તરીકે 10” ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે ઓફર કરે છે, જ્યારે પેનોરેમિક સનરૂફ ‘શાઇન‘ ટ્રીમમાંથી ઓફર કરવામાં આવે છે, જે તાજેતરમાં MY2025 એડિશન સાથે રજૂ કરવામાં આવ્યું છે. એમજી એસ્ટર 1.5લિ મિડ-એસયુવી ઓટોમેટિક સેગમેન્ટમાં એકમાત્ર વાહન છે જે તેના “શાર્પ પ્રો” ટ્રીમ સાથે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં વાયરલેસ ચાર્જિંગ સુવિધા પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે હીટેડ ORVMs પણ ઓફર કરે છે – ICE વાહનોમાં સેગમેન્ટ-ફર્સ્ટ સુવિધા, જેને એસ્ટરમાં આપવામાં આવ્યું છે.
આ સેગમેન્ટ-ફર્સ્ટ અને બેસ્ટ-ઇન-ક્લાસ ફીચર્સ બ્રાન્ડની તેના ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે, જે એક્સાઇટીંગ પરફોર્મંસ, સોફિસ્ટિકેશન, ટેક્નોલોજી અને ઇનોવેશનને એક પેકેજમાં મિશ્રિત કરી દે છે. MG મોટર ઇન્ડિયાએ તાજેતરમાં જ તેની એસ્ટર માટે ‘બ્લોકબસ્ટર એસયુવી’ તરીકે એક નવા બોલ્ડ સ્વરૂપની જાહેરાત કરી છે. MY2025 એડિશનમાં બે નવા વેરિયન્ટ્સ – શાઇન અને સિલેક્ટ રજૂ કરવામાં આવ્યા, બંને ઘણા બધા ફીચર્સ અને ટેકનોલોજીથી ભરપૂર છે. આ બ્લોકબસ્ટર એસયુવીની શરૂઆતની કિંમત 11.30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે અને તે VTi-TECH એન્જિન અને 1.5લિ એમટી અને સીવીટી પાવરટ્રેન સાથે ઉપલબ્ધ છે.
‘ધ બ્લોકબસ્ટર એસયુવી’ 50થી વધુ સેફ્ટી ફીચર્સ સાથે આવે છે, જેમાં પ્રીમિયમ ઇન્ટિરિયર અને પેનોરેમિક સનરૂફ અવિસ્મરણીય ડ્રાઇવિંગ અનુભવને આરામના નવા સ્તરે સુધી લઈ જાય છે. આનંદદાયક ડ્રાઇવિંગ અનુભવ સાથે જોડાયેલી અદ્યતન સુવિધાઓની શ્રેણી સાથે, એમજી એસ્ટર 14 એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS) ફીચર્સ પણ પ્રદાન કરે છે. MG એસ્ટર આગળની હરોળમાં વેન્ટિલેટેડ સીટ્સ, વાયરલેસ ચાર્જર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે અને વધારાની સુરક્ષા અને સુવિધા માટે ઓટો-ડિમિંગ IRVM સાથે પણ આવે છે, સાથે જ સંપૂર્ણ ડ્રાઇવિંગ અનુભવ માટે એડવાન્સ્ડ યુઝર ઇન્ટરફેસ સાથે અપડેટેડ i-SMART 2.0 તેમજ સહજ અને અનુકૂળ ડ્રાઇવિંગ અનુભવ માટે 80થી વધુ કનેક્ટેડ ફીચર્સ પણ આપે છે. તેની ઉત્કૃષ્ટ ફીચરમાં જિયો વોઇસ રેકગ્નિશન સિસ્ટમનો સમાવેશ થાય છે, જે હવામાન, ક્રિકેટ અપડેટ્સ, કેલ્ક્યુલેટર, ઘડિયાળ, તારીખ/દિવસની માહિતી, જન્માક્ષર, શબ્દકોશ, સમાચાર અને જ્ઞાન માટે એડવાન્સ્ડ વોઇસ કમાન્ડને સક્ષમ બનાવે છે. ડિજિટલ કી કાર્યક્ષમતા સાથે જોડાયેલ એન્ટી-થેફ્ટ ફીચર નેટવર્ક કનેક્શન વિના પણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે.