દિલ્હીમાં ૬ વર્ષની બાળકીની હત્યા, અવાવરું જગ્યાએ લઈ જઈ હત્યા કરી!..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાજધાની દિલ્હીમાં અકસ્માત ઘટના હજુ શાંત પડી નથી ત્યાં તો વધુ એક રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના બની. આ વખતે દક્ષિણપશ્ચિમ દિલ્હીના કપાશેરા વિસ્તારમાં બનેલી ઘટનામાં ૬ વર્ષની માસૂમ બાળકની હત્યાની ઘટના બની છે. કથિત અપહરણ કરીને હત્યા કરી હોવાની ઘટના બની છે. આ કેસમાં પોલીસે પાડોશીની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે કે છોકરીનું જાતિય શોષણ કરવામાં આવ્યું છે કે નહીં. તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગુરુવારે બની હતી. પરિવારના સભ્યોએ પોતાની દીકરી ઘરે પરત ના આવતા તેની શોધખોળ શરુ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ પછી તેમણે બાળકી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા પછી પોલીસે આ કેસમાં તપાસ કરતા છોકરીનો મૃતદેહ શુક્રવારે સવારે નાળામાંથી મળી આવ્યો હતો. આરોપી શખ્સ છોકરીને પોતાની સાથે લઈ જતો હોવાનું CCTVમાં કેદ થયું છે.

આરોપી શખ્સ નશાની હાલતમાં હતો, આ વિશે તેણે પોલીસને પણ જણાવ્યું છે. જ્યારે છોકરી પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યારે પાડોશી આરોપી તેને ચોકલેટ ખવડાવવાના બહાને અવાવરું જગ્યા પર લઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જ્યારે આરોપીએ છોકરી પર હુમલો કર્યો ત્યારે ચીસો પાડવાનું શરુ કર્યું હતું. ૬ વર્ષની મૃતક છોકરીનું શારીરિક શોષણ થયું છે કે નહીં તે વિગતો તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા પછી જાણી શકાશે. જો આરોપીએ આવું કોઈ કૃત્ય કર્યું હશે તો તેની સામે અન્ય કલમો લાગુ કરવામાં આવશે. આરોપી ઘણી વખત છોકરી સાથે રમતો હતો, પોલીસને શંકા છે કે તેણે જ માસૂમની હત્યા કરીને લાશ નાળામાં નાખી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મૃતક છોકરીનો પરિવાર દિલ્હીના કપાશેરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે, પોલીસે જણાવ્યું છે કે આ હત્યા પાછળનું ચોક્કસ કાણ શું હોઈ શકે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article