મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 11 જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ‘ટીમ ગુજરાતે’ દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાનએ ‘વિકસિત ભારત @2047’ નું જે વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ યોજનાઓ, પહેલ, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.
ત્રણ વર્ષ દરમિયાન 11 મહત્વપૂર્ણ નવી નીતિઓ જાહેર કરી
- ગુજરાત આર્ત્મનિભર પોલિસી
- ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી
- નવી ગુજરાત IT/ITes પોલિસી
- ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી
- ડ્રોન પોલિસી
- ગુજરાત સેમિકંડક્ટર પોલિસી
- ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી
- સિનેમેટિક ટુરિઝમ પોલિસી
- સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP -2.0)
- ગુજરાત ખરીદ નીતિ
- ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 202