ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ચાલી રહી છે, જેમાં ઈંગ્લેન્ડે ધમાકેદાર બેટિંગથી બે દિવસમાં ૫૫૫ રન ખડકી દીધા હતા. જેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટે ડબલ સેન્ચુરી ફટકારી છે. ચેન્નાઈમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટના પ્રદર્શનથી તે ટીમના પૂર્વ ક્રિકેટરોમાં જાેશ ભરાઈ ગયો છે અને પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ ફ્લિન્ટોફમાં તે જાેશ જાેવા મળી શકે છે.
તેણે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ૫ વર્ષ જૂના ટ્વીટનો જવાબ આપ્યો છે. અસલમાં ૨૦૧૬માં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી તો અમિતાભ બચ્ચને એક ટ્વીટ કરી હતી. અમિતાભે તે સમયે વિરાટ કોહલી અને જાે રૂટ અને ફ્લિન્ટોફને ટેગ કરતા લખ્યું હતું કે કોણ રૂટ. જડથી ઉખાડી દઈશું રૂટને. જણાવી દઈએ ૨૦૧૬માં ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમે ૪-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝ પાંચ મેચોની હતી.
ચેન્નાઈ ટેસ્ટમાં જાે રૂટની ડબલ સદી માર્યા પછી ફ્લિન્ટોફે હવે અમિતાભને જવાબ આપ્યો છે. એવું લાગે છે કે ફ્લિન્ટોફે અમિતાભી આ ટ્વીટને સેવ કરીને રાખી હતી અને રૂટની આવી કોઈ ઈનિંગની રાહ જાેઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટે ભારત પ્રવાસની શરૂઆત જાેરદાર રીતે કરી છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં તેણે ૨૧૮ રન બનાવ્યા હતા.