જાણીતા લેખિકા-વક્તા કાજલ મહેતા ના પ્રથમ પુસ્તક – વાર્તાસંગ્રહ ‘જસ્ટ વન મોર બટન ડાઉન’ અને નવલકથા – કો ઓથર્સ બાદ સમાજમાં સમલૈંગિક સંબધોના દૃષ્ટિ કોણ પર આધારિત પુસ્તક સુગર ડેડીનું વિમોચન.
સમાજના લોકો સમલૈંગિકતાને અને સમલૈંગિક સંબધોને સહજ રીતે સ્વીકારી શકે અને સમાજનો તેમના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય તે મૂળ ઉદ્દેશ સાથે ‘સુગર ડેડી’ પુસ્તક વાર્તા સ્વરૂપે રજૂ કર્યું છે.
જાણીતા લેખિકા અને વક્તા કાજલ હેમલ મહેતા દ્વારા સમલૈંગિકતા અને સમલૈંગિક સંબધો પર લિખિત ‘સુગર ડેડી’નું અમદાવાદ ખાતે વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક સમલૈંગિકતા પર આધારિત છે. ‘સુગર ડેડી’ પુસ્તક માં વાર્તા શ્રીધર નામના એક યુવાન ના જીવન સાથે વણાયેલી છે જે બાય સેક્સ્યુઅલ છે. શ્રીધર ના જીવન ના બંને પાસા આ પુસ્તક માં ખુબજ સુંદર રીતે વર્ણવાયેલા છે. સામાન્ય અને બનાવટી જીવન વચ્ચે નો ભેદ અને જીવન ની એ આંટી ઘૂંટી માં શ્રીધર ના ડર, મુંઝવણ, ર્નિણય અને તેના પરિણામો તેને જીવન માં ક્યાં લઈ જાય છે આ બધાજ સવાલો ના જવાબ ‘ સુગર ડેડી ‘ નામના પુસ્તક માં મળી જશે. શ્રીધર ના જીવન માં આગળ શું થાય છે એ જાણવા લેખિકા કાજલ મહેતાનું પુસ્તક ‘સુગર ડેડી’ વાંચવું પડે.
લેખિકા-વક્તા તેમજ કોર્પોરેટ ટ્રેનર કાજલ મહેતા પોતાના પુસ્તક ‘સુગર ડેડી’ વિશે જણાવતા કહે છે કે, મારું આ નવું પુસ્તક ‘સુગર ડેડી’ રૂઢિ વિરોધી લૈંગિકતા ના વિષય પર છે. જેન્ડર અને સેક્સ્યુઆલિટી જેવા સેન્સેટિવ વિષયો સમાજમાં લોકો સહજતાથી સ્વીકારે અને સમલૈંગિક સંબધો અને સમલૈંગિક લોકો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય તે મારા આ નવા પુસ્તક નો હેતુ છે. આવનારી પેઢી આ બધા ને અપનાવી એક ખુશહાલ અને હેલધી સોસાયટી બનાવશે.
સાથે જ કાજલ મહેતા ને આશા છે આ પુસ્તક દરેક ઉંમરનાં વાંચકોને ગમશે અને સમાજના લોકોનો દ્રષ્ટિકોણ પણ બદલાશે.
પુસ્તક વિમોચનમાં જુદા-જુદા ક્ષેત્રોના મહાનુભાવોની હાજરીમાં કાજલ મહેતાના નવા પુસ્તક ‘ સુગર ડેડી ‘ નું વિમોચન કરાયું. સાહિત્યરસિકો, સ્નેહીજનોની હાજરીમાં વિમોચન થનારું આ પુસ્તક પણ “કો ઓથર્સ” જેવુજ બેસ્ટસેલર બનશે એવી આશા સેવાઈ રહી છે.