પોતાના ગ્રાહકો માટે ઉત્સાહ અને તહેવારોને બમણો કરવા માટે ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક ટાટા મોટર્સે હાલમાં ચાલી રહેલી ઉજવણીઓને વધુ લંબાવવા માટે ‘ઇન્ડિયા કી દૂસરી દિવાલી’ના પ્રારંભની જાહેરાત કરી છે. પાછલા વર્ષે તેમાં મળેલી ભારે સફળતા બાદ ટાટા મોટર્સે તહેવારોના ઉત્સાહમાં દિવાળી પછી પણ ફેલાવો કરવા માટે કેમ્પેઇન લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ, સ્મોલ કોમર્શિયલ વ્હિકલ (એસસીવી) અને પિકઅપ રેન્જ કે જેમાં ટાટા એસ, ટાટા યોદ્ધા અને ટાટા ઇન્ટ્રાનો સમાવેશ થાય છે તેના ગ્રાહકો લકીડ્રો મારફતે એક બાંહેંધરીયુક્ત ભેટ પ્રાપ્ત કરશે.
આકર્ષક ગ્રાહક ઓફર્સ ઉપરાંત, બમ્પર ઓફરમાં રૂ.5 લાખના ગોલ્ડ વાઉચર્સથી લઇને એલઇડી ટીવી, વોશિંગ મશિન્સ, મોબાઇલ ફોન્સ અને ફ્યૂઅલ વાઉચર્સ જેવી થોડી ઓફ્સનો સમાવેશ થાય છે. આ ઓફર 30 નવેમ્બર 2020 સુધી માન્ય છે.
આ કેમ્પેઇનની જાહેરાત ટાટા એસના યાદગાર 15 વર્ષને પણ અંકિત કરે છે, જે તેની યાત્રા દરમિયાન એસસીવીની નં.1 બ્રાન્ડ રહી છે, જેના 22 લાખથી વધુ ખુશ ગ્રાહક છે.ટાટા મોટર્સની સમગ્ર BS6 રેન્જના વ્હિકલ્સને ગ્રાહકોનો સુંદર પ્રતિસાદ સાંપડ્યો છે અને 50,000થી વધુ BS6 એસસીવી પહેલેથી જ માર્ગો પર ફરી રહ્યા છે. વ્હિકલ્સની નવી રેન્જ અદ્યતન ટેકનોલોજી, આરકામદાયક કેબિન્સ, ઊંચી ફ્યૂઅલ ક્ષમતા અને માલિકીપણાનું કુલ નીચા ખર્ચ સાથે આવે છે જે તેના ગ્રાહકો માટે નફાની તકમાં વધારો કરવા માટે મદદ કરે છે.
આ પ્રસંગે બોલતા ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હિકલ બિઝનેસ યુનિટના સેલ્સ અને માર્કેટિંગના પ્રેસિડન્ટ શ્રી રાજેશ કૌલે જણાવ્યુ હતુ કે,“ટાટા મોટર્સે તેના ગ્રાહકોના શ્રેષ્ઠ હિતને દરેક બાબતોમાં કેન્દ્રસ્થાને રાખીને એક વારસાનું સર્જન કર્યુ છે. વિશિષ્ટ ‘પાવર ઓફ 6’સૂત્રના ઊંચા મૂલ્યવાળા લાભો અમારું ગ્રાહકોને અમારા વચનનું પ્રમાણ છે.
ટાટા મોટર્સ ખાતે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ ડિલીવર કરવી અને ઉદ્યોગમાં શ્રેષ્ઠ સર્વિસ અનુભવ પૂરો પાડવો તે અગ્ર સ્થાને છે. કારોબારની વૃદ્ધિમાં મદદ કરવી અને ભારતમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના અમારા સતત પ્રયત્નમાં ટાટા મોટર્સ સંભવિત ગ્રાહકોને શ્રેષ્ઠ સોદાઓ પૂરો પાડવાનો આશય ધરાવે છે.
‘ઇન્ડિયા કી દૂસરી દિવાલી’ કેમ્પેઇને પાછલા વર્ષે સુંદર પ્રતિસાદ મેળવ્યો હતો અને ચાલુ વર્ષે તેને ફરી લાવતા અને ગ્રાહકોમાં વધુ ઉત્સાહ પૂરતા આનંદ અનુભવીએ છીએ.”
આ કેમ્પેઇન ભારતમાં ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હિકલ ડીલરશિપ્સ ખાતે ઓન ગ્રાઉન્ડ ક્ટીવેન્સ ઉપરાંત દરેક પ્રિન્ટ, રેડીયો અને ડિજીટલ પ્લેટફોર્મ્સ પર ચલાવવામાં આવશે.